Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સાવરકુંડલા : તાંતણીયાના સ્‍વ.બાબુભાઇ ગઢીયાએ ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કર્યા'તા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨ :  હા, આજે ગાંધી નિર્વાણ દિન- ગાંધી મૂલ્‍યો,સત્‍ય અહિંસા, પ્રેમ, કરૂણા અને વૈષ્‍ણવજનની ભાવનાને પ્રજ્‍વલિત કરવાનો દિવસ. હા, વાત કરવી છે ગાંધી મૂલ્‍યોને નસેનસમાં જીવનાર એક એવી શખ્‍સિયતની જેણે જીવન પર્યંત  ગાંધી વિચારને જીવન સાર્થક કરેલ. ગીર વિસ્‍તારની ગોદમાં આવેલાં એક નાનકડાં ગામ તાંતણિયા ગામે ગાંધી વિચારની મશાલ ને પ્રજ્‍વલિત કરનારા ર્ંસ્‍વ.બાલુભાઈ કાળીદાસ ગઢિયાનીર્.ં આમ તો જમીનદાર કુટુંબમાં જન્‍મેલા માત્ર ખેતી આધારિત વ્‍યવસાય સાથે સંકળાયેલા કુટુંબના એક કુલદીપક સ્‍વાતંત્ર્ય પર્વના સ્‍વાતંત્ર્ય સંગ્રામની ગાંધીજીની વાતોથી પ્રભાવિત થઈ ખૂબ જ નાની વયે ગાંધી વિચારની આ આ મશાલને સમગ્ર ગીર વિસ્‍તાર અને નેસડાંમાં પ્રજ્‍વલિત કરવાનો પૂ. સ્‍વશ્રી બાલુબાપાએ સંકલ્‍પ કરેલ.

ર્ંલગભગ ૪૦૦ વીઘા ઉપરાંતની જમીન ધરાવતાં કાળીદાસભાઈનાં એકના એક પોતાના પુત્રે સમાજ સેવા અને ગરીબોના ઉત્‍કર્ષ અને વિકાસ એજ જીવન મંત્ર સમજી સમાજ સેવામાં ઝંપલાવ્‍યું. પ્રસિદ્ધિથી દૂર માત્ર આ ગીર વિસ્‍તારના અશિક્ષિત, નિર્દોષ અને ભોળાં લોકોનો વિકાસ એ જ અંતિમ લક્ષ્ય એ મંત્ર સાથે ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત ૧૦ વર્ષ સુધી સેવા આપી હતીર્.ં

રોટલે મોટાં અધિકારીઓ અને દૂર સુ દૂરનાં ગ્રામ્‍યજનો ગુંજતી એ ડેલી ‘‘ગાંધી સેવાશ્રમ''ની યાદ અપાવી જતી હતી. દરેક પ્રત્‍યે સમભાવ અને સમદિ્‌ષ્ટ રાખવી, ગરીબોની વેદના અને વ્‍યથામાં સહભાગી થવું અને ગીર વિસ્‍તારના સિંહ, દીપડા, ઝરખ જેવાં હિંસક પ્રાણીઓ વચ્‍ચે પુર પ્રકોપ સમયે રાત દિવસ જોયા વગર માત્ર લોકસેવા માટે પ્રતિબ્‍બધ બાલુબાપાનાં''હુલામણાં નામથી ઓળખાતા અજાતશત્રુ આ શખ્‍સિયતને સો સો વંદન. હા, ખાંભા તાલુકો આમ તો અમરેલી જિલ્લાનો છેવાડાનો વિકાસ માટે પછાત વિસ્‍તાર મનાય છે. ખેતીવાડી અને વન્‍ય સંપદાઓથી સંપન્ન આ વિસ્‍તારમાં ખાંભા થી દસ કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્‍તારની વચ્‍ચો વચ્‍ચ આવેલું નાનકડું ગામ કે જ્‍યાં ઈલેક્‍ટ્રીકની સગવડ પણ ન હતી. એવાં આ વિસ્‍તારના લોકો કે જ્‍યાં શિક્ષણનું પ્રમાણ નહીંવત્‌ માત્ર શ્રમ કરવો અને રોજીરોટી મેળવવી અને ખાસ કરીને કળષિ અને પશુપાલન આધારિત વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકો વચ્‍ચે રહી તેનાં અધિકારોનું રક્ષણ કરવું એ જ લક્ષ સાથે બાલુબાપાએ સેવાને મહામંત્ર બનાવેલ. પૂ, બાપાની ડેલીએ કોઈ પણ વ્‍યક્‍તિ ચોવીસે કલાક પોતાની વ્‍યથા કે વેદના ઠાલવવા વિના સંકોચે આવી શકતો અને તેની સમસ્‍યાનું સમાધાન કરવા માટે તેઓ સહૃદય પ્રયત્‍ન કરતાં અને લગભગ લોકોનાં  પ્રશ્‍નોનું સમાધાન થતું.

 સેવા અને સહકારનાં સહકારી સિધ્‍ધાંત મુજબ તેમણે અંતિમ વર્ગના છેવાડાના માણસનો ઉત્‍કર્ષ કરવા સદાય નમ્ર પ્રયાસો કરેલ. અને તારીખ ૨૫-૩-૧૯૯૬ નાં રોજ દેહ ત્‍યાગ કર્યો. આ સાથે તેમનાં સહચારિણી અને જીવનસંગિની ‘‘અંબામા''નાં હુલામણા નામથી ઓળખાતાં અને મૂક મને બાલુબાપાનાં આ સેવા યજ્ઞમાં ખભે ખભા મિલાવીને સેવા કરનાર અંબામા પણ તારીખ  ૮-૩-૨૦૦૯નાં દેહ ત્‍યાગ કર્યો. આજે પણ જ્‍યારે તાંતણિયા વિસ્‍તારમાં તેની યાદો અહર્નિશ આભમાં ગુંજતી દેખાય છે. જેન સાહિત્‍યકાર નાનાભાઇ જેબલિયાએ મુંડા વગરનો ગાંધીની ઉપમા આપેલ તેવાં સેવા કાર્યનાં આ મહાયજ્ઞમાં લગભગ પોતાની મોટાભાગની જમીન કુરબાન કરનાર એવી આ મહાન હસ્‍તીની સંવેદનાને આ ગાંધીનિર્વાણનાં પાવન પર્વ નિમિત્તે ભાવભીની શબ્‍દાંજલી એ જ સાચું અર્ઘ્‍ય છે.

(1:59 pm IST)