Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મા અંબાના પરિવાર સાથે દર્શન કરતા કિર્તીદાન ગઢવી

 જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના રોપવે મારફત સફર કરી  પાશ્વગાયક અને  ભજનીક  કિર્તીદાનભાઇ ગઢવી એ પરિવાર સાથે માતાજીના પુરા ભાવ સાથે દર્શન કરી અને માતાજીની વંદના કરી હતી મંદિર ટ્રસ્‍ટ દ્વારા મહંત શ્રી તનસુખગીરી બાપુ વતી પૂજારી એ   ચુંદડી ઓઢાડી અને સન્‍માનિત કર્યા હતા આ તકે કિર્તીદાનભાઇ ગઢવી એ માતાજીની સન્‍મુખ માતાજીની આરાધના કરી હતી અને ઉપસ્‍થિત સૌ ભાવિક જનોએ કિર્તીદાન ભાઈ દ્વારા માતાજીની વંદનાના કરતા જોઈ મંત્રમુગ્‍ધ થયા હતા અને મંદિરમાં કિર્તીદાનભાઈ સાથે સેલ્‍ફી લેવા પડાપડી થઈ હતી આતકે કિર્તીદાન ભાઈ મંદિરમાં ટૂંકા રોકાણ દરમિયાન માતાજીની ગોખમાં ઊભા રહી અને ગિરનારના દિવ્‍ય દર્શન કરી ધન્‍ય બન્‍યા હતા. આ તકે દાસારામ બિલ્‍ડર્સના   અરવિંદભાઈ તેમની સાથે રહ્યા હતા.

(1:16 pm IST)