Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જૂનાગઢમાં તમંચો પકડાયો

જૂનાગઢ,તા. ૨ : સુખનાથ ચોક, ચકર ફળીયામાં રહેતો અલ્‍તાફ ઇકબાલભાઇ જુણેજા જે ગે.કા. હથીયાર રાખી ધારાગઢ દરવાજા રોડ, ઢુઢણના પુલ પાસે આવેલ પાણીના ટાંકા પાસે ઉભેલ છે. અને તેમની બાતમી આધારે પકી અંગ ઝડતીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ મળી આવતા હથિયારધારા ક.૨૫ (૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્‍સ. વાય.પી.હડીયા, એ.એસ.આઇ પી.એમ.ભારાઇ, સામતભાઇ બારીયા, પો. હેડ કોન્‍સ. મજીદખાન પઠાણ, પરેશભાઇ ચાવડા, ભરતસિંહ સિંધવ, અનિરૂધ્‍ધસિંહ વાંક, જયેશભાઇ બકોત્રા વિગેરે સ્‍ટાફ જોડાયેલ હતો.

(1:15 pm IST)