Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કેન્‍દ્રનું બજેટ અર્થતંત્રની ગતિશીલતા સાથે જનજનતાના સપના સાકાર કરશે : પૂનમબેન માડમ

જામનગરના સાંસદે નરેન્‍દ્રભાઇ મોદી, નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર :     વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબે જણાવ્‍યુ હતુ કે ભારતના બજેટ ઉપર સમગ્ર દુનિયાની નજર છે. તે મુજબનુ જ વર્ષ ૨૦૨૩ નુ એતિહાસિક બજેટ  વિઝનરી અને પ્રોડક્‍ટીવ બની રહેશે તેની પ્રતિતિ સમગ્ર ભારત કરી રહ્યુ છે તેમ ૧૨-  જામનગર લોકસભાના સંસદસભ્‍ય પૂનમબેન માડમ એ કેન્‍દ્રીય બજેટનો અભ્‍યાસ પુર્ણ પ્રતિભાવ આપતા જણાવ્‍યુ હતુ.

આ તકે સંસદસભ્‍ય પૂનમબેન માડમ એ બજેટનુ વિશ્‍્‌લેષાત્‍મક પ્રતિભાવમાં જણાવ્‍યુ છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  દીર્ઘદ્રષ્ટીવંત માર્ગદર્શનમાં નાણામંત્રી સીતારમનજીએ રજૂ કરેલું કેન્‍દ્રીય બજેટ-૨૦૨૩-૨૪ દેશનો વિકાસ-પ્રગતિ  અને સ્‍થિરતા સાથે જન જન ના સપના સાકાર કરવાનુ સુનિヘિ કરશે તેમજ ગૌરવપુર્ણ  રીતે એમ પણ જણાવ્‍યુ છે કે,   

વૈશ્વિક સ્‍તરે ભારતના ખેતી-રોજગાર- ઉત્‍પાદન - શિક્ષણ -આરોગ્‍ય-મહિલા ઉત્‍કર્ષ -  ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર - ટેક્‍સ ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્વાસને પ્રતિપાદીત કરતા  પ્રોત્‍સાહક અને આદર્શ એતિહાસીક અને સમર્થ બજેટ માટે આપણે સૌ આદરણીય  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમનજીના  ખૂબ ખુબ આભારી છીએ.   

કેન્‍દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ થી ઇન્‍ફરોસ્‍ટ્રક્‍ચર-સ્‍ટાર્ટઅપ-ઇનોવેશન-મેન્‍યુફેક્‍ચર  ક્ષેત્ર માટે નવી દિશાઓ ખુલશે તો આવકવેરા માળખાની ઉદારતા ભરી રાહત દરેક  વર્ગને નાણાકીય લાભ અપાવશે સાથે સાથે બીઝનેસની સાનુકુળતા- શિક્ષણ- આરોગ્‍ય -  જીડીપી માટે મજબુતાઇ પ્રદાન થશે તેમ પણ સાંસદ શ્રી પૂનમબેન એ આ તકે જણાવ્‍યુ  છે અને રાષ્‍ટ્રના જન જન માટેનુ બજેટ વડાપ્રધાનના ઘનિષ્ઠ માર્ગદર્શનમાં નાણામંત્રીએ આપતા વધુ એક વખત જન વિヘાસ કેળવનારા આ બજેટની આર્થીક  જોગવાઇઓથી દરેક વર્ગ ખુશ થયા છે.  

ખાસ કરીને ગૌરવપ્રદ બાબત એ પણ છે કે અર્થતંત્રની અસ્‍થિરતાથી દુનિયા  ડામાડોળ છે ત્‍યારે આ વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ ભારતને મક્કમ ગતિએ આગળ ધપાવનારૂ બની રહેશે.

    માત્ર ફીગર જ નહી ફેક્‍ટસ અને ફીલીંગ્‍સ સાથેનુ સૌના પ્રયાસને ગતિશીલ  કરતુ આદર્શ બજેટ એ આઝાદી અમળત કાળની વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની દેશને વિકાસની હરણફાળરૂપી ભેંટ સમાન હોવાનુ જણાવ્‍યુ છે.       

નોંધપાત્ર છે કે વર્ષ ૨૦૧૪ થી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર  સરકારએ દેશવાસીઓના જીવનને વધુ ગુણવત્તાસભર અને ગરિમાપૂર્ણ બનાવ્‍યું છે.  વ્‍યક્‍તિદીઠ આવક વધીને ૧.૯૭ લાખ રૂપિયા થઈ છે. છેલ્લા ૯ વર્ષમાં અર્થવ્‍યવસ્‍થા  દુનિયાની પાંચમી સૌથી શ્રેષ્ઠ અર્થવ્‍યવસ્‍થાના રૂપમાં આગળ વધી રહી છે અને હજુય  ઊર્જા સુરક્ષા ક્ષેત્રમાં રૂા.૩૫ હજાર કરોડનું રોકાણગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ૨૦૩૦  સુધી પ એમએમટી વાર્ષિક ઉત્‍પાદનનું લક્ષ્ય નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં  રૂા. ૨૦,૭૦૦ કરોડનું  થશે, પ્રાકળતિક કળષિને પ્રોત્‍સાહન આપવા પીએમ પ્રણામ યોજના લોન્‍ચ કરાશે અને  ગોબરધન યોજના અંતર્ગત ૫૦૦ નવા પ્‍લાન્‍ટની સ્‍થાપના થશે, તો પ્રાકળતિક ખેતી માટે  ૧૦ હજાર બાયો-ઇનપુટ રિસોર્સ કેન્‍દ્રો સ્‍થાપિત થશે, સ્‍કિલ ઇન્‍ડેયા ઇન્‍ટરનેશનલ સેન્‍ટર્સ  સ્‍થાપિત થશે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૪.૦ ની શરૂઆત થશે,  ટ્રાન્‍સપોર્ટ  ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે રૂા. ૭૫,૦૦૦ કરોડનો ખર્ચ કરાશે, ૫૦ નવા એરપોર્ટ અને હેલીપેડનું  નિર્માણ થશે, શહેરી વિકાસ માટે વાર્ષિક ?૧૦,૦૦૦ કરોડ ખર્ચાશે જેમા આવાસ  યોજનાઓને પણ પ્રાધાન્‍ય અપાશે સાથે સાથે મહામારીથી પ્રભાવિત ૧૦૫૧૭૮ સેક્‍ટર ને  રાહત આપી ભારતના અર્થતંત્રનો મજબુત હિસ્‍સો બનાવાશે સામાજીક ભૌગોલીક  ઉત્‍પાદકતા ઉપલબ્‍ધતા સાથે જરૂરીયાત ને લક્ષ્યમાં લઇ વિવિધ વર્ગો માટે તેમના  વિસ્‍તાર તેમના વ્‍યવસાય તેમની ક્ષમતા તેમની પરંપરા દરેક ને ધ્‍યાને લઇ દેશના  દરેક રાંજ્‍યો પ્રદેશોને સાનુકુળ યોજનાઓ અને સુવિધાઓ સાથે રાષ્‍ટ્રનિર્માણની  કટીબદ્ધતા આ બજેટમાં ઉભરી આવી છે તેમ પણ આ તકે સારાંશમા સંસદસભ્‍ય પૂનમબેન માડમ એ જણાવ્‍યુ છે.

(1:14 pm IST)