Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જૂનાગઢના કારખાનેદારનો દોલતપરાના વેપારીને રૂા. ૩.૫૦ લાખનો ચુનો

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨ : જૂનાગઢના એક કારખાનેદારે દોલતપરાના વેપારીને રૂા. ૩.૫૦ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.

દોલતપરામાં રહેતા પરસોત્તમભાઇ પુનાભાઇ પાઘડાર નામના વેપારીએ ૨૦ ટન પ્‍લાસ્‍ટીકના ગડા ખરીદવા અત્રે જીઆઇડીસીમાં ભાડેથી માકડા પોલીમર્સ નામનું કારખાનુ ધરાવતા એયાઝ હબીબભાઇ સાથે સોદો કરેલ અને ૫૦ ટકા પેમેન્‍ટના રૂા. ૩.૫૦ લાખ આપ્‍યા હતા.

પરંતુ એયાઝભાઇએ માલ કે સોદા વખતે આપેલ રોકડ પરત નહિ આપતા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પરસોત્તમભાઇએ કરતા તાલુકા એએસઆઇ પી.એસ.આંત્રોલીયાએ આગળની તપાસ હાથ ધરી છે

(1:58 pm IST)