Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામનગરમાં ઈ-શ્રમ રજીસ્‍ટ્રેશન લક્ષ્યાંક પૂર્ણ કરવા કમિશનરની અધ્‍યક્ષતામાં ખાસ રીવ્‍યુ મીટીંગ યોજાઇ

ઈશ્રમ કાર્ડનું રજીસ્‍ટ્રેશન શ્રમિકો,ખેતમજૂરો, ફેરિયાઓ સ્‍વસહાય જૂથના બહેનો, સફાઈ કર્મચારીઓ જામ્‍યુકોના મુખ્‍ય પ્રવેશ દ્વાર અને ટાઉનહોલ ખાતે કરાવી શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : ગુજરાત સરકાર દ્વારા સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે ૧૦૦ દિવસનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે, જેમાં જામનગર જિલ્લાને ઈ - શ્રમ  કાર્ડ રજીસ્‍ટ્રેશન માટે ૯૧૯૬૨ નો લક્ષ્યાંક આપેલ  છે  જે અન્‍વયે  જામનગર  શહેર  મા આ કામગીરી અસરકારક અને સમયસર  પૂર્ણ કરી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી સાહેબની અધ્‍યક્ષતામાં તા. ૧/ ૨/ ૨૦૨૩ ના રોજ મહાનગરપાલિકાના  કોન્‍ફરન્‍સ હોલ ખાતે સાંજે ૪ : ૦૦ વાગ્‍યે એક ખાસ રીવ્‍યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં લેબર ઓફિસર ડી. ડી. રામી , બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડના નિરીક્ષક ગઢવી સાહેબ, કોમન સર્વિસ સેન્‍ટરના જિલ્લા મેનેજરશ્રી નિકુંજભાઈ અને જામનગર મહાનગરપાલિકા ની જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત કામદારો ને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે ઈ- શ્રમ  કાર્ડ રજીસ્‍ટ્રેશન  માટે તાત્‍કાલિક  ધોરણે જામનગર મહાનગર પાલિકાના મુખ્‍ય પ્રવેશદ્વાર  પાસે તથા ટાઉનહોલ  મા આધાર કાર્ડ  સેન્‍ટર ની સાથે ઈ-શ્રમ  રજીસ્‍ટ્રેશન  પણ શરૂ  કરવા માટે યૂસીડીના  ઈ.ચા.પોજેકટ  ઓફિસરશ્રી ને માન.કમિશનર એ સૂચના  આપેલ  છે જે અન્‍વયે  સિવીલ  શાખા અને ઘ્‍લ્‍ઘ્‍  ના સહયોગ  થી તા-૨/૨/૨૩ થી ઈ-શ્રમ  રજીસ્‍ટ્રેશન ડેસ્‍ક  શરૂ  થનાર  છે અને  આગામી સમયમાં સિવિક  સેન્‍ટર   પર પણ ઈ-શ્રમ  રજીસ્‍ટ્રેશન   શરૂ  કરવાનુ આયોજન  હોય આથી સમગ્ર શહેરમાં ઈ- શ્રમ કાર્ડ ઘર ઘર સુધી   શ્રમિકોને પહોઁચી શકે તે રીતે એક્‍શન  પ્‍લાન  બનાવવા અંગેની  વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી.

આ યોજના મા ઉંમર વર્ષ ૧૬ થી ૬૦ વર્ષ સુધીની હોય અને જે લોકો આવકવેરા પાત્ર આવક ના ધરાવતા હોય  તેમ જ જેમને પી.એફ. નો લાભ મળવા પાત્ર ના હોય તેવા તમામ શહેરના બાંધકામ શ્રમિકો,ખેતમજૂરો,હંગામી  ધોરણે ફરજ પરના સફાઈ કર્મચારીઓ, શહેરી શેરી ફેરીયાઓ, ઘરકામ  કરતા બહેનો,સ્‍વ સહાય જૂથના બહેનો  ઈ- શ્રમ  કાર્ડ  ની નોંધણી કરાવી શકે છે  જેમાં શ્રમિકોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેન્‍ક પાસબુક સહિતના ડોકયુમેન્‍ટ સાથે રાખવાના રહેશે.

આ ઈ-શ્રમ  કાર્ડ  રજીસ્‍ટ્રેશન  થી  કાર્ડ  ધારકના આકસ્‍મિક  મળત્‍યુ  કે કાયમી  અપંગતાના કિસ્‍સામાં રૂ. ૨ લાખની સહાય  અને આંશિક  અપંગતાના કિસ્‍સામા રૂ.૧  લાખ  સુધીની  સહાય મળી શકે છે તેમ આ મીટિંગમાં ઉપસ્‍થિત  શ્રમ અને રોજગાર  વિભાગના ઓફિસર ડી .ડી.રામીએ જણાવેલ  હોય  આ ઈ-શ્રમ  યોજનાનો વધુમાં વધુ  લોકો લાભ  લે એવી નમ્ર  અપીલ   કમિશનર વિજયકુમાર ખરાડી  દ્વારા  કરવામા  આવે છે.

(1:14 pm IST)