Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વ્‍યસનથી દૂર રહેવું, મર્યાદાનું પાલન કરવું, સંપીને રહેજો : પૂજ્‍ય શ્રી મુક્‍તાનંદ બાપુ

(મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના : હાટી  ક્ષત્રિય  ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા  હાટી  ક્ષત્રિય સમાજના ૨૬મા સમૂહ લગ્ન ઉત્‍સવમા ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો સવારે સાત વાગ્‍યે રેલવે સ્‍ટેશન પાસેથી ઘોડે સવારો  સાથે વાજતે  ગાજતે એક વિશાલ સામૈયુ નીકળી મહારાણા પ્રતાપજી ની પ્રતિમાને હાર તોરા કરી લગ્ન સ્‍થળ એ પહોંચેલું.

આ સમૂહ લગ્ન ઉત્‍સવમાં ૬૧ નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં માંડ્‍યા હતા આ પ્રસંગે ચાપરડાના મહંત મુક્‍તાનંદ બાપુએ જણાવ્‍યું હતું કે  વ્‍યસનથી દૂર રહેજો મર્યાદાનું પૂરેપૂરૂ પાલન કરજો સંપીને રહેજો અને સભ્‍યતાનું જતન કરી દેશને પણ વફાદાર રહેવાનું ટકોર કરી હતી શ્રી મુક્‍તાનંદ બાપુએ વધુમાં જણાવ્‍યું હતું કે આ વિસ્‍તારમાં મુસ્‍લિમ બિરાદરો પણ છે તો હિન્‍દુ મુસ્‍લિમો બધા સંપીને રહેજો બંધારણનું પાલન કરજો ત્રિરંગા નો આદર કરજો અને દેશને વફાદાર થઈને રહેજો ખોટા પ્રચારમાં કોઈ આવતા નહીં એમ શ્રી  મુક્‍તાનંદ બાપુએ જણાવ્‍યું હતું આજે સમૂહ લગ્ન માં જોડાયેલા નવદંપત્તિઓને આશીર્વાદ આપ્‍યા હતા.

આ લગ્ન ઉત્‍સવમાં મુક્‍તાનંદ બાપુ શેરનાથ બાપુ નિર્મળા બા સોનલ માં વિજયદાસ બાપુ અશ્વિન ગીરીબાપુ એ પણ નવદંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા રાજાભાઈ ગઢવી અને દેવરાજભાઈ ગઢવી સાથે શિવરાજ ભાઈ વાળા પોતાની કલા રજૂ કરી લોકગીતો ગયા હતા આ પ્રસંગે ધારાસભ્‍ય  ભગવાનજીભાઈ કરગાઠીયા  દેવાભાઈ માલમ સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા. બપોરે ૧૨: ૦૦ વાગે સમાજનું જ્ઞાતિ જમણવાર યોજાયું હતું ૧૫૦૦૦ આસપાસ લોકોએ હાજરી આપી હતી.

(12:34 pm IST)