Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કાલથી ગોંડલ ‘શ્રી રમાનાથધામ'નો ત્રિદિવસીય નવમો વાર્ષિક પાટોત્‍સવ

સ્‍મૃતિ મંદિર ખાતે દરરોજ સંકિર્તન : ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ

રાજકોટ, તા., ૨: ગોંડલના શ્રી રમાનાથધામ મંદિર-સંકુલનેશનલ હાઇ-વે, ર૭-બી ઉમવાડા ચોકડી ખાતે કાલે તા.૩ ને શુક્રવારથી તા.પને રવિવાર સુધી શ્રી રમાનાથધામ ટ્રસ્‍ટ દ્વારા નવમો વાર્ષિક પાટોત્‍સવ યોજાશે.

ગોંડલ શ્રી રમાનાથધામ ટ્રસ્‍ટ-ગોંડલના પૂ. નાથાભાઇ જોશી અને પૂ. રમાબેનના આશીર્વાદથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

શ્રી રમાનાથમધામમાં આદ્યશકિત અંબાજી માતાજી સહીત પંચદેવની મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્‍ઠાની સ્‍મૃતિમાં દર વર્ષે પાટોત્‍સવનું આયોજન ગોઠવવામાં આવે છે.

આ વર્ષે પણ ત્રિદિવસીય પાટોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગીયાર યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ તેમજ મંદિરના પ્રાંગણમાં સત્‍સંગ સંકીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

પ્રથમ દિવસ તા. ૩ ને શુક્રવારે પ્રાંતઃ પૂજન સ્‍મૃતિ મંદિરે, પ્રાયતિ વિધિ, દેહશુધ્‍ધી, ગણપતિ પૂજા, સ્‍વસ્‍તિક પુન્‍યા વાંચન, મંડપ પ્રવેશ, સ્‍થાપિત દેવોનું આહવાન, પૂજા, ગૃહશાંતિ હોમાત્‍મક શતચંડી પ્રારંભ, સાયંપુજા, આરતી, પ્રાર્થના.

દ્વિતીય દિવસ તા. ૪ ને શનિવારે પ્રાંતઃ પૂજન સ્‍મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અર્ધ્‍ય પૂજન, સ્‍થાપિત દેવોનું પૂજનપ્રધાન હોમ ચાલુ, સાયંપૂજા, આરતી, પ્રાર્થના.

તૃતીય દિવસ તા. પ ને રવિવારે પ્રાંત સ્‍મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્‍થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, પાત્રા સાધન, ધ્‍વજારોહણ, અન્નકુટ, દર્શન સવારે ૧૦-૩૦ કલાકે, સ્‍થાપિત દેવોનું ઉત્તર પૂજન, હોમાત્‍મક શત-ચંડી યજ્ઞ, પૂર્ણાહૂતિ. થશે.

બીડું હોમવાનો સમય સાંજે પ કલાકે મહાપ્રસાદ સમયઃ સાંજે પ.૩૦ કલાકે છે.

પાટોત્‍સવ પ્રારંભ : શુક્રવાર તા. ૩ ને સવારે ૭ કલાકે, પાટોત્‍સવ પૂર્ણાહૂતિ રવિવાર તા. પ-ર-ર૦ર૩ સાંજે પ કલાકે., માંગલિક વિધિઓ, વિધીઓનો સમય સવારે ૭ થી ૧ર-૩૦ અને બપોરે ર.૩૦ થી ૭ આચાર્ય શ્રી શાષાી ચંપકલાલ ગીરધરલાલ રાજયગુરૂ -ગોંડલ.

ભકિત સંગીત સાહિત્‍યકાર, રેડીયો, આર્ટિસ્‍ટ, માલદેભાઇ આહીર, તા. ૩ શુક્રવાર રાત્રે ૯.૦૦ થી ૧ર કલાકે.

ભગવદ સ્‍તુતિગાન : પ્‍લેબેક સિંગર ઓફ ટી-સીરીઝ, હેમંતભાઇ જોશી, તા. ૪ શનીવાર રાત્રે ૯ થી ૧ર કલાકે રજૂ કરશે.

(12:27 pm IST)