Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા આશા બહેનોને રીફ્રેશર તાલીમ અપાઈ

રાજુલા : તાલુકા હેલ્થ કચેરી રાજુલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આશા બહેનોને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બે અલગ અલગ બેચમા ૧૦૦ ઉપરાંત આશા બહેનોને રીફ્રેશર તાલીમ અપાઈ જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને જીલ્લા આશા ટ્રેનર ડૉ.જયકાંત પરમાર દ્વારા આશા મોડ્યુલ છ અને સાતની વિગતવાર યોગ્ય માહિતી સાથે સમજણ આપવામાં આવેલ. જેથી કરીને માતા અને બાળ મરણ અટકાવી શકાય અને જે તે વિસ્તારની આરોગ્યની સુખાકારીમાં વધારો થઈ શકે. જનજાગૃતિ અભિયાન દ્વારા આરોગ્ય વિષયક કામગીરીને વેગ આપવા માટે છેવાડાના માનવી સુધી પહોચી વળવા આશા બહેનો કટીબદ્ધ હોવાનુ અને આ તાલીમ થકી જ્ઞાનમા વધારો થયો હોવાનુ અને હજી પણ આવી રીતે તાલીમો યોજાતી રહે તેમ હાજર જયશ્રીબેન, સરસ્વતીબેન, ભારતીબેન અને મોનાબેન દ્વારા જણાવેલ. માતા અને બાળ આરોગ્યની સંપૂર્ણ કાળજી,બીનચેપી રોગો,અંધત્વ નિવારણ અને વૃદ્ધોની કાળજી સહિતની વિવિધ બાબતો માટે જીલ્લા ટ્રેનર ડૉ.જયકાંત પરમાર દ્વારા સુંદર તાલીમ આપી તેમજ જીતેન્દ્ર કે.જોષી દ્વારા ફેમિલી પલાનીંગની દવાઓના વપરાશ બાબતે જરૃરી એફપી લિમ્સ એપ્લિકેશન વિશે માહિતી આપી સાથે સાથે સ્તનપાનની ક્રોસ કેડલ પદ્ધતી વિશે શ્રુતિ સોનરાજ દ્વારા તાલીમમા હાજર આશા બહેનોને સમજણ આપી તાલીમના અંતે દરેક આશા બહેનોને પ્રમાણપત્ર આપી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવેલ જે યાદીમાં જણાવેલ છે.

(12:21 pm IST)