Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઉનાના દેલવાડામાં જૂગાર રમતા ૪ શખ્‍સો ૧૦પપ૦ની રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર :.. તાલુકાના દેલવાડામાં જૂગાર રમતા ૪ શખ્‍સોને રોકડ રૂા. ૧૦પપ૦ સાથે પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઉનાના દેલવાડા ગામે જૂગાર રમાતો હોવાની પોલીસે બાતમીના આધારે ભમરીયા કુવા પાસે જાહેરમાં રૂપિયાની હારજીતની જૂગાર રમતા બાબુ રણશી વાજા, સુરેશ બાબુ ડાભી, જેન્‍તી જીવા ડાભી જયેશ દેવચંદ રે. દેલવાડા ઉનાવાળાને રોકડા રૂપિયા ૧૦પપ૦ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(11:28 am IST)