Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઉપલેટામાં ૭૨ હજારના દારૂ સાથે બે ઝબ્‍બે

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા.૨: આદર્શ શેરીમા રહેતા નીલ મહેશભાઇ કાલરીયા વાડલા રોડ બાજુથી પોતાની ગાડીમાં દારૂ લઇને આવે છે તેવી હકીકત મળતા બાયપાસ પુલ પાસે એક બ્‍લુ કલરની સ્‍વીફટ ફોર વ્‍હીલ દૂર આવતી હોય જે કાર ઉભી રખાવી ચેક કરતા તે કારની પાછળની શીટમા જોતા તેમાં ઇગ્‍લીશ દારુની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ જેમા

(૧)સીગ્રામ્‍સ બ્‍લેન્‍ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્‍કી દારૂની શીલબંધ બોટલો નંગ-૩૪ કી.રૂ.૩૦,૬૦૦/ તથા (૨)રોયલ ચેલેન્‍જ ફાઇન રીઝર્વ વીસ્‍કી દારૂની શલબંધ બોટલો નગ-૨૪ી,રૂ,૧૨,૪૮૦/- તથા (૩)એક બ્‍લુ કલરની સ્‍વીફટ કાર જેની કી.રૂ.૬,૦૦,૦૦૦/- તથા (૪)એક સેમસંગ કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૬,૬૩,૦૮૦/નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

બીજા બનાવમાં ઉપલેટા સ્‍વામીનારાયણ સોસાયીમા રહેતા કિશન સંગ્રામભાઇ સોલંકીના મકાનમાં તપાસ કરતા મકાનની દારૂના સફેદ કલરની ત્રણ પેટી જોવામાં આવેલ જે પેટીમા ભારતીય બનાવટની ઇંગ્‍લીશ દારુની સીગ્રામ્‍સ બ્‍લેન્‍ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્‍કી બ્રાન્‍ડની બોટલો સાથે કબ્‍જે કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ જેમાં (૧) સીગ્રામ્‍સ બ્‍લેન્‍ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વીસ્‍કી દારૂની શીલબંધ બોટલો નંગ-૩૬ કી.રૂ.૩૦,૬૦૦ તથા (૨) તથા (૨) એક સેમસંગ કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૫૦,૬૦૦/ના મુદામાલ કબ્‍જે કરેલ છે. આ કામગીરી કરનાર ટીમ-પોલીસ ઇંન્‍સપેક્‍ટર. કે.કે.જાડેજા  તથા પો.સબ ઇન્‍સ. કે.એસ.ગરચર તથા પો.હેડ.કોન્‍સ હરદેવસિંહ ચુડાસમા પો.કોન્‍સ, દિનેશભાઇ ગોંડલીયા, નિશાંતભાઇ પરમાર, કૌશિકભાઇ ચાયાપરા, હિમાંશુભાઇ હુણ, સત્‍યપાલસિંહ જાડેજા,જોડાયા હતા.(

(11:04 am IST)