Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામનગરમાં ૧૧ માસથી ફરાર દારૂના ગુન્‍હાનો આરોપી ઝબ્‍બે

જામનગર,તા. ૨ : મેધપર પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૭૫/૨૦૨૨ પ્રોહીબીશનના ગુનામાં ૧૧ મહિનાથી ફરાર આરોપી ડુંગરાભા અરજણભા માણેક રહે.ધીણકી ગામ જીલ્લો. દેવભૂમિ દ્વારકા વાળાને જામનગર શહેરમાં પવન ચક્કી પાસેથી પકડી પાડી પો.હેડ કોન્‍સ. અશોકભાઇ સોલંકીએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ. એસ.પી.ગોહિલ, એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્‍યામભાઇ ડેરવાીયા, દિલીપભાઇ તલવાડીયા, હરદિપભાઇ ધાધલ, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, ડ્રાઇવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તથા બ્રિજલભાઇ બાલસરા દ્વારા કરવામાં આવેલ છે.

(10:36 am IST)