Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકા ગોમતી નદીમાં સ્નાન

દ્વારકાઃ પૂર્ણિમાની સાથોસાથ ચંદ્રગ્રહણ પણ હોય દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. સામાન્યતઃ દર માસની પૂર્ણિમા ભરવા દ્વારકા આવતા ભાવિકો પુણ્યસ્નાનનો લાભ લે છે. આ વખતે પૂર્ણિમા ઉપરાંત ચંદ્રગ્રહણ પણ હોય જેના કારણે સવારે લગભગ ચાર વાગ્યાથી જ પવિત્ર ગોમતી ઘાટ પર ભાવિકો સ્નાનાર્થે આવવા લાગ્યા હતા અને બપોર સુધીમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને ત્યારબાદ જ દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર મંદિરમાં દર્શન કર્યા હતા. ગ્રહણ નિમિત્તે દ્વારકાના જગત મંદિરનો નિત્યક્રમ પણ બપોરે ૪ વાગ્યા સુધીમાં પૂર્ણ કરાયો હતો અને બેટ દ્વારકામાં પણ ૪.૧૫ વાગ્યાથી સંધ્યાક્રમ પૂર્ણ થયો હતો. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(9:46 am IST)