Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ભાડલામાં થર્ટી ફર્સ્ટની ધર્મભીની ઉજવણી

 જસદણ : તાલુકાના ભાડલા ખાતે થર્ટી ફર્સ્ટની ભારતિય સંસ્કૃતિ મુજબ ધાર્મિક રીતે ઉજવણી થઇ હતી. જેમાં ખાંડુળી ધૂન મંડળના સભ્યો મુન્નામારાજ કુબાવત, ભીમજીભાઈ રામાણી, દિનેશ ભાઈ વેકરીયા, શામજીભાઈ સોજીત્રા, રણછોડભાઇ માલકીયા, રમણિકભાઈ અગ્રવાત સહિતના સભ્યો દ્વારા ખંડુરી હનુમાનજી મંદિરે સાંજના છ થી રાત્રીના બાર વાગ્યા સુધીની ધૂન, હનુમાન ચાલીસા, મહા આરતી, રામધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજયા હતા. રાત્રે આઠ કલાકે આરતી અને થાળ બાદ મોટી સંખ્યામાં લોકો માટે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી. ખંડુરી ધૂનમંડળ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે સંસ્કૃતિ મુજબ થર્ટી ફર્સ્ટની ઉજવણી સમાજને નવો રાહ ચીંધે છે.(તસ્વીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)(૨૩.૩)

(11:37 am IST)