Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભાજપે રિવાબાને ટિકીટ આપી મોટી ભુલ કરી છે, સેલિબ્રિટી હોઇ શકે પરંતુ તેમને અનુભવ નથી માટે ભાજપ હારશેઃ રવિન્‍દ્ર જાડેજાના બહેન નયનાબાનું નિવેદન

પોતાની વ્‍યકિતગત વિચારધારાને લઇ જામનગરમાં ઘણા પરિવાર અલગ-અલગ પાર્ટીમાં જોડાયાઃ નયનાબા

જામનગરઃ જામનગર ઉત્તર બેઠક પરના રિવાબા જાડેજાના સંદર્ભમાં તેમના જ નણંદ નયનાબાએ એવું નિવેદન કર્યુ છે કે, ભાજપે રિવાબાને ટિકીટ આપી મોટી ભુલ કરી છે. સેલિબ્રિટી હોઇ શકે પરંતુ તેમને અનુભવ નથી જેથી ભાજપ હારશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડાઇએ ઘણા ઉમેદઅવારોને પણ રસપ્રદ બનાવ્યા છે, તેમાંથી એક ઉમેદવાર છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા, જે જામનગરથી ચૂંટણી લડી રહ્યા છે. આ રસપ્રદ એટલા માટે છે કારણ કે જાડેજાની બહેન એટલે કે રિવાજાની નણદે અહીં તેમનો વિરોધ કર્યો હતો અને તેમની હાર માટે પ્રચારમાં ઉતરી હતી. પરંતુ આજે મતદાનાના દિવસે નયનાબાના બદલાતો અંદાજ જોવા મળ્યો હતો. 

નયનાબા એ કહ્યું કે તેમના ભાઇ માટે તેમનો પ્રેમ પહેલાં જેવો જ છે. તેમની ભાભી ભાજપના ઉમેદવાર છે. એક ભાભી તરીકે તે સારી છે. આમ પહેલીવાર થયું નથી. જામનગરમાં ઘણા પરિવાર્ના સભ્યો અલગ-અલગ પાર્ટીઓ માટે કામ કરે છે. પોતાની વિચારધારાથી સંતુષ્ટ રહે. પોતાનું 100 ટકા આપે અને જે સારું હશે તે જીતશે. 

ભાભી વિરૂદ્ધ કર્યો પ્રચાર

રવિન્દ્ર જાડેજાની બહેન અને રિવાબાની નણદ નયનાબાએ શરૂઆતથી જ પોતાની ભાભીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે આ સીટ પરથી રિવાબાને ઉમેદવારી આપીને મોટી ભૂલ કરી છે. રિવાબા સેલિબ્રિટી હોઇ શકે છે, પરંતુ તેમને અનુભવ નથી એટલા માટે ભાજપ હાર જશે. 

'મને જામનગરની જનતા પર વિશ્વાસ'

ભાજપાના સ્ટાર ઉમેદવાર રીવાબા જાડેજાએ વહેલી સવારે મતદાન કર્યુ હતું. જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબે જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યુ છે. રિવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપ્યો હતો. જોકે, રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ હતી. 

તો બીજી તરફ રિવાબા જાડેજાએ પણ મતદાન બાદ કહ્યું હતું કે રાજકારણમાં પહેલીવાર નથી થઇ રહ્યું કે એક જ પરિવારના લોકો અલગ-અલગ પાર્ટી સાથે જોડાયેલા હોય. મને જામનગરની જનતા પર વિશ્વાસ છે. અમે સમગ્ર વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા અંતરથી જીતશે.'

રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે. મત આપીને રીવાબા જાડેજાએ અપીલ કરી કે, શહેરીજનો મોટી સંખ્યામાં મતદાન કરે. જામનગરના લોકો પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે. જામનગર ઉત્તર બેઠક પર જંગી જીત થશે.  

(5:27 pm IST)