Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પહેલા મતદાન પછી લગ્ન

જામવંથલીના વરરાજાએ લગ્નમાં હાજરી આપતા પહેલા મતદાન કરી જાગળત નાગરિક તરીકેની ફરજ નિભાવી

જામનગર, તા.૦૧ ડિસેમ્‍બર, ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાલ શરૂ છે ત્‍યારે ધુતારપર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તબીબ તરીકે ફરજો બજાવતા ડો.જેનીસ વ્‍યાસે પોતાના લગ્નમાં હાજરી આપતા પહેલા જામવંથલીના મતદાન મથક ખાતેથી મતદાન કરી એક જાગળત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. સાથે સાથે તેઓએ અન્‍ય નાગરિકોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. અત્‍યારે મતદાનની સાથે સાથે લગ્ન સરાની મોસમ પણ શરૂ છે ત્‍યારે વર-વધુઓ લગ્ન પહેલાં મતદાન કરી લોકશાહીના આ પાવન પર્વને વધુ ઉજળો બનાવી રહ્યા છે.

(2:02 pm IST)