Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સાવરકુંડલામાં સંવિધાન પહેલા, પછી જ સપ્તપદી : લોકશાહીનું ગરિમાપુર્ણ ઉદાહરણ

સૌથી સર્વોચ્‍ચ પ્રાથમીકતા... પવિત્ર મતદાન, ત્‍યાર બાદ જ પવિત્ર લગ્ન જીવનનાં સાત ફેરા

સાવરકુંડલા, તા., ૧: આજે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું. આ મતદાનમાં ભારતીય લોકશાહીની ગરીમા અને નાગરીકોમાં રહેલી સમર્પિતતાની ભાવનાના અનેક ઉદાહરણો સામે આવ્‍યા ત્‍યારે અમરેલી જીલ્લામાં સાવરકુંડલામાં પણ વરરાજા ભગીરથસિંહ ખુમાણ, પોતાના લગ્નના માંડવે જાન લઇને રવાના થતા પહેલા પોતાની દેશનાં એક નાગરીક તરીકેની ફરજના ભાગ રૂપે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું અને ત્‍યાર બાદ જ પોતાની સાંસારીક જવાબદારી સમા લગ્ન જીવનની શરૂઆત કરવા રવાના થયા હતા.

(1:55 pm IST)