Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમરેલીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરતા મતદારો

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે જુદા-જુદા મતદાન મથકોએ મતદાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧: અમરેલી વિધાનસભાના મત વિસ્‍તારમાં સવારે આઠથી મતદાનનો ધીમી ગતીએ પણ શાંતીમય રીતે પ્રારંભ થયો છે.

દરેક મતદાન બુથ ઉપર એસઆરપી સહિતનો બંદોબસ્‍ત ગોઠવાયો છે.

શહેરના પછાત વિસ્‍તારોમાં સવારથી મતદારોની લાઇનો જોવા મળી હતી. સવારથી ૧૧ વાગ્‍યા સુધીમાં સરેરાશ ૮ થી ૧૫% મતદાન થયુ હતુ. શહેરના વિવિધ વિસ્‍તારોમાં મતદાન માથે ધીમો પ્રતિસાદ જોવા મળ્‍યો હતો. કોઇ જગ્‍યાએ રાજકીય બનાવ બનવા પામ્‍ય  નથી. એકંદરે શાંતીમય મતદાન રહ્યુ હતું.

(1:53 pm IST)