Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સુરેન્‍દ્રનગર જીલ્લામાં સરેરાશ પ.૬૨ ટકા મતદાન

૫૪૨ સંવેદનશીલ સહિત ૧૫૪૩ મતદાન મથકો ઉપર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧ : વિધાનસભાની ચુંટણી ની જાહેરાતનાં ૨૭ દિવસ બાદ આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થયું છે. જેમાં ઝાલાવાડની પાંચ વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ૩૩ અપક્ષો સહીત કુલ-૫૭ ઉમેદવારોનું ભાવિ આજે ઈ.વી.એમ.માં  સીલ થશે.જિલ્લાનાં ૭,૪૧,૯૮૨ પુરૂષ મતદારો, ,૮૦,,૭૦સ્ત્રી મતદારો અને ૨૫ અન્‍ય મતદારો મળીને કુલ ૧૪,૨૨,૬૭૭ મતદારો આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરીને મતદારો દ્વારા પોતાના મતવિસ્‍તારનાં ધારાસભ્‍ય ચુંટશે. જિલ્લામાં કુલ-૧૫૪૩ મતદાન મથકો ઉપર પોલીસ, પેરામીલીટરી ફોર્મ, મિલીટરીનાં જવાનોનાં ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મતદાન યોજાશે. જિલ્લામાં ભયમુક્‍ત અને શાંતિપુર્ણ વાતાવરણમાં ચુંટણી અને મતદાન યોજાય તે માટે મુખ્‍ય જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્‍ટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાતનાં માર્ગદર્શનનાં વહીવટતંત્ર, ચુંટણીતંત્ર અને પોલીસતંત્રએ સુચારૂ આયોજન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જીલ્લામાં ૫૧ જેટલા યુનિક મતદાનમથકો ઉભા કરવામાં આવ્‍યા છે. જેમાં ૩૫ જેટલા મતદાનમથકો ઉપર મહિલા સંચાલીત સખી મતદાન મથકો, ૧ યુથ મતદાન મથક તેમજ પાંચ-પાંચ ઈકો ફ્રેન્‍ડલી, પી.ડબલ્‍યુ.ડી અને મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવ્‍યા છે. આજે મતદાન સંપન્ન થયા બાદ ૮ ડિસેમ્‍બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ૫૭ ઉમેદવારો પૈકી કયા ૫(પાંચ) ઉમેદવારોનાં નસીબ ખુલશે તે ૮ સિેમ્‍બરે જાણવા મળશે

  ત્‍યારે આજે લોકો ઉત્‍સાહભેર વહેલી સવારથી મતદાન કરવા માટેની લાઈનો લાગી હતી અને હાલમાં નીચે જણાવેલ -માણે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં મતદાન થયું તેના આંકડા નીચે મુજબ છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાની ૫ વિધાનસભાની બેઠક પર ૫.૬૨% મતદાન, દશાડા માં ૫.૮૯ %, લીમડી માં ૫.૨૦ %, વઢવાણ માં ૫.૨૪ %, ચોટીલા માં ૫.૪૫ %, ધાંગધ્રા માં ૫.૬૨ % મતદાન થયું છે.

(11:50 am IST)