Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધોરાજીમાં લલિતભાઇ વસોયાએ મતદાન કર્યું

ધોરાજી વિધાનસભાની ચૂંટણીને લઇને લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળેલ છે. આજે સવારે ૮ કલાકે ધોરાજીની આદર્શ શાળા ખાતે પોતાનો મત આપેલ હતો અને વિજય વિશ્વાસ વ્‍યકત કરેલ હતો અને જણાવેલ કે, ધોરાજી - ઉપલેટા વિસ્‍તારમાં મોટા વિકાસના કામો બોલે છે. અને જણાવેલ કે, મારી જંગી બહુમતીથી વિજય થશે. આ તકે મતદારોએ પણ મોટી લાઇનો લગાવેલ હતી અને પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવેલ હતો. (તસ્‍વીર - અહેવાલ : કિશોર રાઠોડ - ધર્મેન્‍દ્ર બાબરીયા, ધોરાજી)

(11:47 am IST)