Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વણકી (બ્રહ્મપુરી) ગામે પૂર્વ ઉપસરપંચને વીજ ચોરીના કેસમાં ૬,૨૪,૪૨૬ નો દંડ

વઢવાણ તા. ૧ : સાયલા પંથક થોડા દિવસ અગાઉ વણકી બ્રહ્મપુરી ગામે શંપમાંથી પાણી લઈ પોતાના ખેતરમાં લઈ જતા હોય અને ગામનું પાણી ગામના લોકોને મળતું ન હોય અને વાલ ખોલવા જેવી બાબતે ઝઘડો થવા પામ્‍યો હતો. જેને લઇ ગ્રામજનો દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી કે ઉપસરપંચ વજા પુના સારલા દ્વારા મોટા પ્રમાણમાં પાણીની ચોરી તેમજ ગ્રામ પંચાયતનું જ્‍યોતિગ્રામ યોજનાનું કનેક્‍શન માંથી વીજ ચોરી પણ મોટા પ્રમાણમાં કરે છે જેને લઇ વીજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેને લઇ જીઇબી ના ડેપ્‍યુટી એન્‍જિનિયર  એચ એલ ઝાલા તથા તેની ટીમ દ્વારા જગ્‍યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામ પંચાયતનું જ્‍યોતિગ્રામના ટીસીમાંથી તેમજ ઘરમાંથી વીજ ચોરી કરતા હોય તેવું માલુમ પડયું હતું. જેમાં કેબલ આશરે ૪૫૦ મીટર કબજે લીધો હતો અને કુલ દંડ ૬૨૪૪૨૬ ફટકારવામાં આવ્‍યો હતો.

(11:44 am IST)