Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પોરબંદરને આશ્વાસન મુજબ ફ્રી પોર્ટનો દરજ્જો કયારે જાહેર કરાશે..?

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતાં ત્યારે પોરબંદરની મુલાકાતે આવેલ અને તે સમયે પ્રવચનમાં પોરબંદરને ફ્રી પોર્ટ જાહેર કરવાનું આશ્વાસન અપાયું હતું ત્યાર બાદ કોઇ કાર્યવાહી થઇ નથી.

ગુજરાતના દરિયો કાંઠો ગેટ વે ઓફ ઇન્ડિયા તે શબ્દ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાને  હજીરા ઘોઘા રો - પેકશ સર્વિસનો પ્રારંભ કર્યો એક તે ગૌરવનું વાત છે છેલા દસ વર્ષથી એક ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીની રાજગાદી ઉપર બિરાજમાન થયા ગુજરાત ના લોકો નું અતૂટ વિશ્વાસ અને ચાહના મેળવી. એટલુ જ નહિ પરંતુ વિશ્વ નો પણ અતૂટ વિશ્વાસ સંપાદન કર્યો હતો.

સૌરાષ્ટ્રની વિકાસ યાત્રામાં ગુજરાતનો દરિયા કાંઠે ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે તે વાણી ને દરેક ગુજરાતી આવકારે છે પરંતુ ગેટ વે ઓફ ઇન્ડિયાનો ભોગોલિક દ્રષ્ટિ એ રેખાઉન્સ મુજબ મધ્યબિંદુ પોરબંદરનો સમુદ્ર ભોગોલીક દૃષ્ટિ એ પોરબંદરનો જલ વહેવાર યુરોપ આરબ રાષ્ટ્રોમાં જવા માટે મધ્યબિંદુ સેન્ટર પોઇન્ટ પોરબંદરનો સમુંદર કિનારે જેથી જળ સુરક્ષાની દૃષ્ટિ એ પણ ગુજરાતનું નેવી તથા કોસ્ટગર્ડ પણ પોરબંદર છે.

પોરબંદર આંતરરાજય જળ વહેવાર દેશ વિદેશના જલ વહેવારથી એક સમયે સમૃદ્ઘિ ધરાવતો હતો હાલ પણ મચ્છી ઉદ્યોગની સમૃદ્ઘિ ધરાવે છે તેના આવક જાવકના હિસાબી આંકડાઓ જોઈ તો પોરબંદરનો દરિયા કાંઠે વિદેશી હૂંડિયામણ કમાવી આપવા અગ્રીમ સ્થાને આજ પણ જળવાઈ રહેલ છે જે અને ગુજરાત માં મહત્વપૂર્ણ પોરબંદર ટચા સાધનો સાથે વિકાસ ના પંથે જોડાયેલ છે અને જોડતી રહે છે જે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોરબંદરની જેટ્ટી ઉપર નેવી સાથે સુરક્ષા જેટી તેમજ વહેપારી જેટીના કેન્દ્ર સાથે કરાર કરી ગુજરાતે વ્યાપરી કરાર કરી જેટી અને પોરબંદર ને ફ્રી પોર્ટ જાહેર કરેલું છે નું આશ્વાસન. આ જાહેરાત માત્ર તેના તરંગો જ હવામાં ગુંજતા રહ્યા રાખ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન દિલ્હીની જવાબદારી અને ગાદી સંભાળ્યા બાદ પોરબંદરને ફ્રી પોર્ટ જાહેર કર્યા પછી પોતાની વચન બઢતાની અમલવારી કેમ કરી નથી ? ! તે પ્રશ્ન છે

સૌરાષ્ટ્રમાં કંડલા ફ્રી પોર્ટ છે પણ તે કેન્દ્ર સરકાર હસ્તક છે ત્યારે ગુજરાત નું ફ્રી પોર્ટ પોરબંદર ને જાહેર કરેલ છે આજે બાર વર્ષથી પણ પોરબંદર ના વિકાસ ની દિશા કેમ ખોલી નથી રાજય સરકાર જેં કઈ પણ સરકાર ની ગતિવિધિ અને કાર્યવાહી ગોકળગાય અને વિકાસ માટે મોન કેમ ધારણ કરેલ છે ? એવું તે કયું અકડ કારણ રહેલું છે કે પોરબંદરના પોર્ટને ફ્રી પોર્ટને જાહેર નથી કરતા. ગુજરાત ના હજીરા અને સૌરાષ્ટ્રનું ઘોઘા બંદર વચ્ચે માનવ હેરા ફેરી ફેરી સર્વિસ સાથે રો - પેકસ સર્વિસ નો પ્રારંભ કરાવી ગુજરાત સૌરાષ્ટ્રનું અંતર ઘટાડ્યું અને વિકાસ વૃદ્ઘિ અને વ્યાપર ઉદ્યોગ શરૂઆત કરી હજીરા ઘોઘા ફેરી સર્વિસ અને રો - પેકસ સર્વિસ ની સાથે પોરબંદર જી.એમ.બિ. અને ફિશરીઝ ઝોન નીચે આવેલ માધવપુર થી દ્વારકા ઓખા ફેરી સર્વિસનું પણ સર્વે કરાયેલ ટ્રાફિક સમસ્યા પણ હકારત્મક રહ્યો છે સર્વે થયા પછી પણ આ કામગીરીનો પ્રારંભ થયો નથી માધવપુરથી દ્વારકા - ઓખા કે કચ્છના કંડલા અને મુંદ્રા બંદર સુધીનું અંતર ચાર થી છ કલાક નું આવક જાવક રહે છે જેથી સૌરાષ્ટ્રનું કચ્છ અરસ પરસ વ્યાપાર અને વિકાસ બને ની સંસ્કૃતિ જોડાય જાય અત્રે ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન એ અંતર રાજય જલ વહેવાર સરું કરવા પોતાનો ઉત્સાહ દેખાડ્યો છે અને જાહેર કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે થી ત્રીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર નું પોરબંદર વિશ્વ સાથે તેમજ અંતર રાજય કેરાલા, તમિલનાડુ, ઓરિસા, મહારાષ્ટ્ર, શ્રીલંકા સાથે વ્યાપારી ધોરણે જોડાયેલ છે ત્યારે ૨૦૦ થી ૩૦૦ ટન ના હાલ પોરબંદર ના ૧૫૦૦ થી ૨૫૦૦ ટન થી મશીન વાળા પોરબંદર ની ખાડી માં ઉભા છે અને ગલ્ફ ના બંદરો સાથે પણ વ્યાપાર માટે માલ લઈ ને હેરા ફેરી કરે છે હાલ પ્રતિબંધ છે.

આફ્રિકા ખંડ સાથે જૂનો વહેવાર છે ગલ્ફ માંથી બસરા, બગદાદ, અને ઈરાક ઈરાન ઇજિપ્તના આરબના બગલાઓ ખજૂર ખારેક ના ભરી ને આવતા અને તે ૨૫૦ થી ૩૦૦ ટન ભરી આવતા આજે વ્યાપારી સમૃદ્ઘિ ને રોક લાગી છે. તે ને પુન સ્થાપિત કરવા ભારત ના વડાપ્રધાન નૂતન વર્ષ પ્રારંભ માં પોતાની ઈચ્છા અને અભિગમ જાહેર કરી બંધ પડેલ વ્યાપાર જલ વહેવાર શરૂ કરવા વિચારેલ હોવાનું જણાવે તેવી અપેક્ષા વ્યકત થઇ રહી છે.

(12:58 pm IST)