Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સોરઠમાં ઠંડી ગાયબ, લઘુતમ તાપમાન વધીને ૧૯.૪ ડિગ્રી થયું

દિવસે અને રાત્રે ઉનાળાની અનુભૂતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧: સોરઠમાં લઘુતમ તાપમાન વધીને ૧૯.૪ ડિગ્રી થતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં ગઇકાલથી લઘુતમ તાપમાનમાં વધારો શરૂ થયો છે. સોમવારે સવારમાં તાપમાનનો પારો ૧૮.૮ ડિગ્રી રહ્યા બાદ આજે લઘુતમ તાપમાન ઉંચકાયને ૧૯.૪ ડિગ્રીએ સ્થિર થયું હતું. જેના કારણે ઠંડી નહિવત થઇ ગઇ હતી.

આજે સવારથી ઠંડી નહિવત રહેલ. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૩ કિ.મી.ની રહી હતી.

લઘુતમ અને મહતમ તાપમાનમાં વધારો થતાં લોકોને દિવસે અને રાત્રે ઉનાળાની અનુભૂતિ થઇ રહી છે.

(11:51 am IST)