Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જૂનાગઢમાં 'વામન' અને 'વિરાટ'ના અનોખા લગ્ન : કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટના લગ્ન સંપન્ન

જૂનાગઢમા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અત્યાર સુધી માં ૧૮૦૦ જેટલી કન્યાઓને કરિયાવર સાથે લગ્ન કરાવી આપવામા આવ્યાં છે જેમા વધુ એક પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરીને સુવાસ ફેલાવામા આવેલ છે.

તા.૩૦.૧૧.૨૦૨૦ નાં રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કરેલ છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર વૃદ્ઘાશ્રમમાં સત્યમ સેવા મંડળ તેમજ દાતાશ્રીઓ દ્વારા કરિયાવરમાં ૭૮ વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવેલ છે.

આપણે ત્યાં કહેવાય છે કે વિધિના લેખ લખાયા હોય તે જીવન સાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીનાં વર અને કન્યા પસંદ કરતા હોય છે. જોકે, આ કિસ્સામા કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજાની ઉંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંને એ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે.

દીકરીને આશિર્વાદ આપવા માટે હરિ ઓમ વૃદ્ઘાશ્રમનાં જોશી બાપા, મેયર ધીરૂભાઈ ગોહેલ, મીનાબેન ગોહેલ, બટુકબાપુ, કિશોરભાઈ ચોટલિયા, યાકુબભાઈ મેમણ, જગૃતિબેન ખારોડ, આશિષ ભાઈ રાવલ, સનતભાઈ પંડ્યા, કાંતિભાઈ મોદિ, વિજયભાઈ કિકાંણી, પુનિતભાઈ શર્મા, ભરતભાઈ બાલસ, રજનીભાઈ શાહ, કાંતિભાઈ કિકાંણી, મુકુંદભાઈ પુરોહિત સહિતે નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતા.

સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદ ભાઈ મારડિયા, શાન્તાબેન, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણ ભાઈ જોશી, મુકેશભાઈ મેઘનાથી, કમલેશભાઈ ટાંક, મનહરસિંહ ઝાલા, શારદાબેન ગાજીપરા, કે. કે. ગોસાઇ, કેતનભાઈ નાંઢા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:50 am IST)