Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

માંગરોળના ધોડાદરની સીમમાં ભાઇ ઉપર ભાઇ-ભાભીનો ધોકાથી હુમલો

પિતાની ખેતીની જમીનના મનદુઃખથી હુમલો કર્યો

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧ : માંગરોળ તાલુકાના ધોડાદર ગામમાં નિલેશભાઇ વિરમભાઇ બારૈયા અને કેશોદના અજાબગામે રહેતા તેના ભાઇ અનીલ વચ્ચે પિતાની ખેતીની સાતેક વીઘા જમીનના મામલે ઘણા સમયથી મનદુઃખ ચાલે છે.

ગઇકાલે ગામની સીમમાં દુદાભાઇ બારૈયાના ખેતરમાં બંને ભાઇઓ ભેગા થઇ ગયા હતા. જ્યાં અગાઉના મનદુઃખથી ઉશ્કેરાઇ જઇને અનીલભાઇ અને તેના પત્ની નંદુબેને લાકડાના ધોકા વડે હુમલો કરી નિલેશને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી હતી.

આ અંગે નિલેશ બારૈયાના પત્ની ભાવનાબેને ફરિયાદ કરતા શીલ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.

(11:45 am IST)