Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગોંડલમાં રાજમાર્ગોની ફુટપાથોનું નવીનીકરણ

ગોંડલ : શહેર નાં મોટાં ભાગનાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ટનાટન બન્યાં બાદ ધારાસભ્ય તથાં નગરપાલિકા દ્વારા રાજમાર્ગો ની ફુટપાથો ને પેવર બ્લોક થી મઢવાં નું કાયઁ શરું કરાયું હોય ગંદાળા દરવાજા થી શ્યામ વાડી ચોક સુધી રુ.૪૪ લાખ નાં ખર્ચે બની રહેલી ફુટપાથો નું ખાત મુહુર્ત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરાયું હતું.સંસ્કૃતિ સજઁક મહારાજા ભગવતસિંહજી નાં રાજવી કાળ માં રોડ રસ્તા અને પહોળી ફુટપાથો વિશ્રવ કક્ષાએ પ્રખ્યાત હતી.મહારાજા ની નગરરચનાં ચિરંજીવી બની રહે તે માટે સચ્યુત કામગીરી નાં ભાગ રુપે ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં માગઁદશઁન હેઠળ નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપ પ્રમુખ અપઁણા બેન આચાર્ય,કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા સહીત નાં તંત્ર દ્વારા રાજમાર્ગો નાં  ફુટપાથો પર પેવર બ્લોક,અધતન લાઇટીંગ,વૃક્ષારોપણ સહીત ની કામગીરી શરું કરાઇ છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર માં સિમેન્ટ નાં રોડ રસ્તા બનાવવાં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.ત્યારે ફુટપાથો નું કાયઁ યુદ્ઘ નાં ધોરણે શરું કરાયું હોયઆધુનિક ગોંડલ નું સુત્ર વેગવંતુ બન્યું છે.

(11:36 am IST)