Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ભાજપ સરકાર કારખાનેદારોને દબાવી રહી છે. ગેસ ખાનગી બેઠકોમાં જોડાણ કાપવાની આપી છે ધમકી

સીરામીક ઉદ્યોગને રીતસર ધમકાવતા હોવાનો કોંગીના લલિત કગથરાનો આરોપ

મોરબીઃ રાજ્યની  વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગીના  લલિત કથગરાએ  આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકાર કારખાનેદારોને દબાવી રહી છે. કારખાનેદારોને ખાનગી બેઠકોમાં બોલાવીને ગેસ જોડાણ કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રીતસરના ધમકાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેઓને અવાજને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે યેનકેન પ્રકારે પેટાચૂંટણી જીતવાનું મન બનાવી લીધું છે. આ માટે તે સામ-દામ, દંડ, ભેડ બધાનો આશરો લઈ રહી છે. તે પ્રજાના અવાજને દબાવવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ પ્રજા સમજુ છે. પ્રજાને હવે ભાજપની વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. પ્રજા સમજી ગઈ છે કે ભાજપ ફક્ત વાણીશૂરો પક્ષ છે. લલિત કગથરાના આરોપના પગલે પેટાચૂંટણી પૂર્વેનું વાતાવરણ ગરમાયું છે

(5:15 pm IST)