Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે ભાડે મકાન રાખીને તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

જામનગર::::જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે ભાડે મકાન રાખીને તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના પોલીસ કમિશનર દિપેન ભદૃનની સૂચનાથી એસઓજી પીઆઇ એસ.એસ. નિનામા અને ટીમે ખાન કોટડા ગામે દરોડો પાડ્યો હતો જેમાં કલ્પેશ જીવરાજભાઈ ઉમરેટિયા ડિગ્રી વગર બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યું હતું તેની પાસેથી જુદી જુદી દવાઓ , બ્લડપ્રેશર માપવાનું મશીન સહિત રૂ.૩૧૮૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:50 pm IST)