Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભાવનગરમાં નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

3×3 નો ફાઇનલ 3 ઓક્ટોબર અને ૫×૫ નો ફાઇનલ ૬ ઓક્ટોબરના રોજ યોજાશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલ સ્પર્ધાનું પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં 3×3 અને ૫×૫ સ્પર્ધામાં બાસ્કેટબોલની પુરુષ વર્ગમાં આઠ ટીમ તથા મહિલા વર્ગમાં આઠ ટીમ એમ કુલ ૩૨ ટીમોનું  ભાવનગરમાં આગમન થઈ ચૂક્યું છે ૧ થી ૬ ઓક્ટોબર સુધી ટુર્નામેન્ટ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે  યોજાશે
 નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 3×3 માં પંજાબ, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને  તેલંગાણાની  ટીમો ભાગ લઈ રહી છે 3×3 નો ફાઇનલ ૩ ઓક્ટોમ્બરે મહિલા વર્ગ સવારે ૧૧ વાગે તેમજ પુરુષ વર્ગ ૧૧.૩૦ વાગ્યે યોજાશે
નેશનલ ગેમ્સ ૫×૫ બાસ્કેટબોલમાં તમિલનાડુ, કેરળ, હરિયાણા, ગુજરાત, પંજાબ, કર્ણાટક, સર્વિસીસ, ઉતરાખંડ અને મહિલા વર્ગમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ, ગુજરાત, તમિલનાડુ, કેરળ, આસામ અને  મધ્યપ્રદેશની ટીમો ભાગ લઈ રહી છે ૫×૫ નો ફાઇનલ ૬ ઓક્ટોબરના રોજ મહિલા વર્ગનો સવારે ૧૦.૩૦  વાગ્યે તથા પુરુષ વર્ગનો  બપોરે ૧૨ વાગ્યે યોજાશે.

(8:25 pm IST)