Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામસાહેબના જામનગર માં 7 દાયકા થી પરંપરાગત રીતે આયોજિત વિજ્યાદશમી મહોત્સવ નરેન્દ્રભાઇ મોદીની જનસભા સંબોધવાના હોવાથી જામનગર સિંધી સમાજ દ્વારા રાવણદહનના કાર્યક્રમના સ્થળમા ફેરબદલી : પ્રણામી શાળા પાસે ના મેદાન માં આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧ : જામસાહેબ ના જામનગર માં 7 દાયકા થી પરંપરાગત રીતે આસો સુદ આધશકિત માં જગદંબા ના નવ નોરતા નવરાત્રી બાદ વિજ્યાદશમી મહોત્સવ ની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે.જે સંદર્ભે ચુંટણીવર્ષ હોવાને અનુસંધાન જોગાનુજોગ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવનારી તારીખ ૧૦/૦૧૦/૨૦૨૨, મંગળવાર ના રોજ જામનગર ના વડાપ્રધાન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારી અગાઉ થી શરૂ થઈ જશે જે બાબત ને ધ્યાને લઈ આ વર્ષે રાવણદહન નું કાર્યક્રમ સ્થળ ફેરબદલી કરી શહેર ના પ્રણામી શાળા પાસે ના મેદાન માં આયોજન કરવામાં આવ્યું છે જેની જામનગર ની સર્વે જનતા એ નોંધ લેવી.

સાથસાથે અસ્ત્ય પર સત્ય નો વિજય આ આદર્શ અને વિજયદિવસ માં તહેવારે સૌ જામનગર ની જનતા ને રામસવારી અને રાવણદહન ના કાર્યક્રમ જોડાવવા અનુરોધ છે.જેમાં રામસવારી યાત્રા શહેર ના નાનકપૂરી ખાતે થી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પવનચક્કી - હવાઈચોક - બર્ધનચોક - ચાંદીબજાર - સજુબા શાળા - બેડીંગેઇટ - લીમડાલેન - જિલ્લા પંચાયત - મિગ કોલોની - હાથી કોલોની - પટેલ સમાજ - રણજીતનગર સર્કલ - હીરજી મિસ્ત્રી રોડ અંતે પ્રણામી ગ્રાઉન્ડ સ્થળ પર આ મુજબ રામસવારી રૂટ પર કરશે ત્યારબાદ રાવણ દહન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે તે સાથે ફરી એકવાર જામનગર સિંધી સમાજ દ્વારા આ વિજ્યાદશમી કાર્યક્રમ માં જામનગર ની સમગ્ર જનતા ને જોડાઈ ઉજવણી કરવા સિંધી સમાજ દ્વારા ભાવભર્યુ વિનયસભર અનુરોધ છે.

   રામસવારી પ્રારંભ : બપોરે ૦૩:૦૦ કલાકે નાનકપુરી સિંધી કોલોની થી રામસવારી અંત : સાંજે ૦૬:૦૦ કલાકે પ્રણામી ગ્રાઉન્ડ ખાતે થશે.તેમ સિંધી સમાજ જામનગર દ્વારા જણાવ્યું છે

(3:15 pm IST)