Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં ઓપરેશન ડીમોલીશન માટે એસઆરપી બંદોબસ્‍ત

ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં આજે સવારથી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્‍યું છે અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્‍યું છે. કોઇ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં અન્‍ય જીલ્લામાંથી પણ પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે. આ માટે એસઆરપી ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોનથી સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે અને કોઇ ભેદી હિલચાલ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(2:07 pm IST)