Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામનગરનાં પડાણા નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો : એકનું મોત બે ઈજાગ્રસ્‍ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: પડાણા ગામે મુરલીધર રેસીડેન્‍સી બ્‍લોક નં.૪ માં રહેતા પ્રકાશભાઈ મનસુખભાઈ ચુડાસમા એ પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, જામનગર ખંભાળીયા બાયપાસ હાઈવે રોડ, સોમનાથ હોટલની સામે આરોપી હાર્દિક નંદાસણા એ પોતાના કબ્‍જા ભોગવટાની મહિન્‍દ્ર કુન્‍ન્‍ટો કાર જેના રજી.નં. જી.જે.૦પ-જે એફ-૭૭૬૭ ની પુરઝડપે બેફીકરાઈથી ચલાવી રોડ ઉપર થોડેક આવતા ડ્રાઈવીગ પરનો કાબુ ગુમાવી પોતાની કાર પલ્‍ટી ખવડાવતા પોતાના શરીરે ગંભીર ઈજા તથા ફરીયાદી પ્રકાશભાઈને તથા સાહેદ ભાવેશભાઈને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી ફોરલેન્‍ડની બીજી સાઈડ ઉપર આવતી મારૂતિ સુઝુકી કાર જેના રજી.નં.જી.જે.૧ર-સી-૯૭૪૩ ની સાથે ભટકાડી અકસ્‍માત કરી મારૂતીવેન ચાલક હિતેશભાઈ પરમારને શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયોઃ એક ફરાર

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ શેરી નં.૬ ન્‍યુ સ્‍કુલનીબાજુમાં મશરૂના દવાખાનાની આગળની ગલીમાં જાહેર રોડ ઉપર આરોપી મુકેશભાઈ અલુમલભાઈ માખેજા,  એ વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૧૭૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.વિરૂભાઈ નાગપાલ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોટા પાડવાની ના પાડતા છરી વડે હુમલો કર્યાની રાવ

અહીં પંચેશ્‍વર ટાવર પાસે રહેતા ભરતભાઈ ઉર્ફે ભલાભાઈ કાનજીભાઈ ઢાપા એ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભરતભાઈ ઉર્ફે ભલાભાઈ તથા સાહેદ રવીભાઈ પંચેશ્‍વર ટાવર ખાતે આવેલ ગાયત્રી રાસ ગરબીમાં વ્‍યવસ્‍થા જાળવતા હોય ત્‍યારે આરોપીઓ દુષ્‍યંત ભરતસિંહ પીંગળ, ભાવિક ભરતસિંહ પીંગળ  સ્‍ટેજ પાસે જઈ પગથીયા પર ચડી સ્‍ટેજ પરના લોકોના ફોટા પાડતા હોય જેથી સાહેદ આ બંન્‍ને વ્‍યકિતઓને સ્‍ટેજના પગથીયા પરથી નીચે ઉભા રહી અડચણરૂપ ન થાય તે રીતે ફોટા પાડવાનું જણાવતા આ બંન્‍ને ઈસમો ઉશ્‍કેરાઈ ગયેલ અને સાહેદ સાથે ગાળો તથા મારામારી કરવા લાગતા બંન્‍ને આરોપીઓ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી ભરતભાઈ ને ડાબા કાનની ઉપર ના ભાગે છરીનો એક ઘા મારેલ અને ફરીયાદી ભરતભાઈ ને ડાબા કાનની ઉપર ના ભાગે છરીનો એક ઘા મારેલ અને સાહેદને માથાના ભાગે બે ઘા કરી બંન્‍ને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની ફોરવ્‍હીલ અલ્‍ટો કાર લઈ નાશી જઈ આરોપીઓ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

રાજયસેવકની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

અહીં ગર્વમેન્‍ટ કોલોની બ્‍લોક નં.બી ૭/૮૯માં રહેતા વિરેન્‍દ્રસિંહ અંબુજી વાઘેલા એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે મોટી ખાવડી ગામના સરકારી ખરાબાના સર્વે નં.૧૦માં આરોપી સીતારામગીરી શિવાજીગીરી ગૌસ્‍વામીના મકાનમાં ફરીયાદી વિરેન્‍દ્રસિંહ પોતે રાજયસેવક હોય જેઓની કાયદેસરની ફરજમાં આરોપીઓ સીતારામગીરી શિવાજીગીરી ગૌસ્‍વામી તથા રાજકિશોર સીતારામગીરી ગૌસ્‍વામી, સુશીલાબેન સીતારામગીરી ગૌસ્‍વામી, રાહુલ સીતારામગીરી ગૌસ્‍વામી એ રૂકાવટ કરી ફરીયાદી વિરેન્‍દ્રસિંહને પોતાની ફરજ બજાવતા રોકવા ધકામુકી કરી ગાળો અપશબ્‍દ બોલી સંભળાવી તથા ધમકીઓ આપી ફરીયાદી વિરેન્‍દ્રસિંહને ધકકો મારી જમીન ઉપર પછાડી દઈ વાસામાં ઢીકોમારી મુંઢ ઈજા કરી તમામ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ચલણી નોટો વડે જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ઘનશ્‍યામસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સરવાણીયા ગામના હરીજનવાસ પાસે ચોકમાં રહેતા વિનોદભાઈ રાજાભાઈ ચૌહાણ, કાંતીભાઈ ભીખાભાઈ વઘેરા એ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૩પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

૧૩ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ-પ૭ માં દ્રારકેશ હોસ્‍પિટલની પાસે ખુણામાં આરોપી ભાવેશ શશીકાંતભાઈ કટારમલ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની અલગ અલગ વિદેશી બોટલ નંગ-૧૩ કિંમત રૂ.૬પ૦૦/ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:45 pm IST)