Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જેતપુરના પાલિકા ભાજપના સદસ્‍યાએ હોદ્દાનો દૂર ઉપયોગ કરાતો હોવાના આક્ષેપો સાથે સભ્‍યપદેથી રાજીનામું ધરી દીધુ

ચુંટણી પહેલા રાજીનામું અપાતા રાજકારણમાંગરમાવો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧: ધારાસભાની ચુંટણીના પડધમ વાગી રહ્યા હોય નજીકના સમયમાં ચૂંટણી યોજાવાની હોય તેવા સંકેતો મળતા દરેક પક્ષ પોતાની જીતની તૈયારીમાં લાગી ગયા છે. ત્‍યારે શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પાલિકાના વોર્ડ નં. ૩ ના ભાજપના મહિલા સદસ્‍ય કવીબેન સામતભાઇ સાંજવા છેલ્લા ઘણા વર્ર્ષોથી પોતાના વિસ્‍તારના લોકપ્રશ્‍નો માટે કામ કરતા હોય ગઇકાલે તેમણે ચીફ ઓફીસર તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્‍યક્ષને રાજીનામું ધરી દેતા આક્ષેપો કરેલ કે અમારા દ્વારા પક્ષની મર્યાદામાં રહી જાહેર હિતના સમર્થનમાં તંત્રને રજુઆત કરવામાં આવતા અમુક લોકોએ સ્‍થાનિક તંત્રને ગેરમાર્ગે દોરી કાર્યવાહી કરવામાં આવતી હોય તેમજ પક્ષના જ અમુક લોકો અંગતહીત માટે હોદ્દાનો દૂર ઉપયોગ કરી રહ્યા હોય જેથી નગરપાલિકાના સભ્‍યપદેથી રાજીનામું ધરી દીધેલ. ચૂંટણી નજીક આપતી હોય તેવામાં પક્ષના જ એક સદસ્‍યાએ રાજીનામું ધરી દેતા રાજકારણમાંગરમાવો આવી ગયો છે.

મહિલા સદસ્‍યા કવીબેન સાંજવાને  આ બાબતા પુછપરછ કરતા તેમણે જણાવેલ કે અન્‍ય કોઇ પક્ષ સાથે જોડાવાની શકયતા નથી. ભાજપ દ્વારા આવતી ચૂંટણીમાં જે નિર્ણય લેવાશે તે મુજબ નકકી કરશે.

(1:30 pm IST)