Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પોરબંદરઃ ભૂલા પડેલા યુવાનનું પરિવાર સાથે મિલન

પોરબંદરઃ જિલ્‍લાના પોલીસ અધિક્ષક ડો.રવી મોહન ઇન્‍ચાર્જ ના.પો.અધિ.શ્રી પોરબંદર ગ્રામ્‍ય નિલમ ગોસ્‍વામી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ માણસોને શોધી કાઢવાની સૂચના અન્‍વયે મિંયાણી મરીન પોલીસ સ્‍ટેશનમાં ભાવપરા ગામના ગાંગાભાઇ કરશનભાઇ ઓડેદરા તથા આવડા દેવાભાઇ ઓડેદરાની દુકાન પાસે ભુલો પડેલ અને રખડતો-ભટકતો હોય, હિન્‍દી ભાષા બોલતો હોય જેથી તેને મિયાણી મરીન પોલીસ સ્‍ટેશન લઇ આવતા પોલીસ સ્‍ટેશન ઓફીસર એમ.આર.બાપોદરાએ પો.હેડ.કોન્‍સ.આર.એમ.ઓડેદરા તથા કે.એમ.મોકરીયાને જાણ કરતા તેઓ તથા પોલીસ ઇન્‍સ.એચ.બી.ધાંધલ્‍યા એ વિવેકથી પુછપરછ કરતા પોતાનું નામ હુલન બનવારી રહે. દેવગઢ જિલ્લો આગરા રાજય, ઉતર પ્રદેશનો હોવાનું જણાવેલ હોય અને પોતે દિલ્‍લી ગયેલ હોય અને બાદ ફરતા ફરતા અહી પોરબંદર જિલ્લાના ભાવપરા ગામમાં આવેલ હોય અને પોતાની પાસે પોતાના ઘરના સભ્‍યોના કોઇ સંપર્ક નંબર ન હોય જેથી અત્રે પો.સ્‍ટેથી આગરા પીનાહટ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરતા, ફરજ પરના પો.સબ.ઇન્‍સ સાથે વિડીયો કોલથી વાત કરાવી, ફોટા મોકઁલતા તેઓ દ્વારા ઇસમના ઘર સભ્‍યોનો સંપર્ક કરી અત્રેના મિયાણી સ્‍ટેશનનો સંપર્ક કરાવતા, તેના ભત્રીજાએ જણાવેલ કે, આ હુલન બનવારી અગાઉ પોતાની પત્‍ની અવસાન થયેલ હોય જેથી પોતે અર્ધ માનસિક જેવી હાલત થઇ ગયેલ હોય. આ કામગીરી મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનના ઇનચાર્જ પોલીસ ઇન્‍સપેકટર, એચ.બી.ધાંધલ્‍યા તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ રાયદેભાઇ મુરૂભાઇ ઓડેદરા તથા કારાભાઇ મુરૂભાઇ મોકરીયા તથા પોલીસ સ્‍ટેશન ઓફીસર એમ.આર.બાપોદરા દ્વારા કરવામાં આવેલ હતી. ભુલા પડેલ યુવાન સાથે પોલીસ સ્‍ટાફની તસ્‍વીર

 

(11:42 am IST)