Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સાવરકુંડલા-રાજુલા વિસ્‍તારમાં બે સ્‍થળે ચોરી કરનાર વિજપડીનો શખ્‍સ ઝડપાયો

અમરેલી,તા. ૧ : ગત તા. ૨૪/૮/૨૦૨૨ના વિનોદભાઇ રસીકભાઇ વાઘમશી (ઉવ.૪૪) રહે.ચીખલી પ્‍લોટ વિસ્‍તાર, તા. સાવરકુંડલા મકાનનાં કોઇ અજાણ્‍યા ચોર ઇમસે નળીયા ખસેડી ઘરમાં પ્રવેશ કરી પટારાનું તાળુ તોડી, તેમાંથી એક સોનાનો ચેન કિં. રૂા. ૩૦,૦૦૦ તથા ચાર નાની મોટી અલગ અલગ વીંટીઓ કિં. રૂા. ૨૦,૦૦૦ તેમજ એક જોડી ચાંદીની જાંજારી કિ. રૂા. ૨૦૦૦ તથા સોનાનું એક માંદળીયુ કિ. રૂા. ૨૦૦૦ તથા રોકડ રૂા. ૬૨૦૦ તેમજ રસોડાનું તાળુ તોડી ભારતગેસના બે બે બાટલા કિ. રૂા. ૨૦૦૦ તથા પિતળની થાળી નંગ-૧૫ કિ. રૂા. ૩૦૦૦ મળી કુલ કિ.રૂ. ૬૫,૨૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ફરીયાદ આપતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૦૫૩૨૨૦૫૧૮ ૨૦૨૨/આઇપી.સી. ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અજાણ્‍યા ચોર ઇમસ વિરૂધ્‍ધ રજી. થયેલ.

ગત તા. ૨૦/૮/૨૦૨૨ના બાબુભાઇ દડુભાઇ ધાખડા (ઉવ. ૫૨) રહે. વડલી તા. રાજુલા વાળાના હવાલાની મોટર સાયકલ રજીસ્‍ટર નં. જીજે-૧૪-એએફ-૦૮૪૨ કિ.રૂા. ૧૫,૦૦૦ ની રાજુલા, વાવેરા રોડ ઉપર પાર્ક કરેલ હોય તે કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કીર લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ફરીયાદી આપતા રાજુલા પોલીસ સ્‍ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૦૮૬૧/૨૦૨૨ આઇપીસી ક. ૩૭૯ મુજબનો ગુનો અજાણ્‍યા ચોર ઇસમ વિરૂધ્‍ધ રજી. થયેલ.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે હકિકત આધારે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રહેતા ઇમસને ઉપરોકત ચોરીઓમાં ગયેલ મોટર સાયકલ તથા ચોરીમાં ગયેલ ગેસના બાટલા તથા ગેસના ચુલા સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં હારૂનશા જમાલશા કનોજીયા (ઉવ.૨૭) રહે. મુળ વિજપડી, ધાર પાછળ, તા. સાવરકુંડલા જિ. અમરેલી, હાલ રહે. બગોયા આંબરડી રોડ, પ્રાથમિક શાળાની સામે, તા. સાવરકુંડલાને સોંપી આપી એક હીરો હોન્‍ડા સ્‍પેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ જીજે-૧૪-એએફ-૦૮૪૨ કિં.રૂ. ૧૫,૦૦૦ તથા એક રાંધણગેસનો બાટલો કિં.રૂા. ૧૦૦૦ તથા એક રાંધણગેસનો ચુલો કિ. રૂા. ૫૦૦ મળી કુલ કિ. રૂ. ૧૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

(11:14 am IST)