Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકામાં હવેથી ૩૦ને બદલે ૮૦ આધારકાર્ડની કામગીરી થશે

(ફઝલ ચૌહાણ) વઢવાણ,તા.૧ : સમગ્ર દેશમાં આધાર કાર્ડ વગર કોઈપણ જાતના પુરાવાઓ કે દસ્તાવેજ સરકારી મળી શકતા નથી તે માટે સરકાર દ્વારા આધારકાર્ડ કઢાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે ે અત્યારે કોઈ પણ ક્ષેત્રે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે અને વ્યકિતની પોતાની ઓળખ એટલે આધાર કાર્ડ.

 સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ નગરપાલિકામાં આધાર કાર્ડ ની ઓફિસે લોકડાઉનના સમયગાળા બાદ થોડા દિવસ પહેલા આધારકાર્ડ સુધારાઓ અને નવા કાઢવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધી નગરપાલિકામાં આધાર કાર્ડ ની ઓફિસ માં ફકત ૩૦ નવા આધાર કાર્ડ કાઢી સુધારાઓ કરી આપવામાં આવતા હતા જેને લઇને સવારે ૪ વાગ્યાથી સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકા બહાર લાંબી લાઈનો જોવા મળી રહી હતી.

 આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગને થતાં તાત્કાલિક ધોરણે આધાર કાર્ડની ઓફિસ ના કર્મચારીઓનો ટેલિફોનિક સંપર્ક કરી સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકામાં આવેલા આધાર કાર્ડની ઓફિસે તાત્કાલીક ધોરણે આધાર કાર્ડ કાઢવા અને સુધારાઓ કરવા માટે બીજી સિસ્ટમ પણ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને આજની બીજી સિસ્ટમ પણ પુનઃ શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકામાં રોજના પહેલા ૩૦ આધારકાર્ડ કાઢવામાં આવતા હતા અને સુધારાઓ કરવામાં આવતા હતા તેના બદલે હવેથી રોજના ૮૦ નવા આધાર કાર્ડ કાઢવામાં આવશે અને તેમાં સુધારા પણ કરવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

(11:48 am IST)