Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જામકંડોરણામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની સવારથી લાઇનો લાગી

વીસીઓ દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરીનો બહિષ્કાર કરાતા : વીસીઓએ કમીશન બાબતે ખરે ટાણેજ સરકારનું નાક દબાવતા ખેડૂતો માટે મગફળી વેચાણના રજીસ્ટ્રેશનનો મુદો ચર્ચાસ્દપ બનશેઃ ૧૪ વર્ષથી કમીશન વધારવાને બદલે કમિશન ઘટાતા ના છૂટકે વીસીઓ હડતાલના માર્ગે ગયા

જામકંડોરણામાં મગફળી વેચાણ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની સવારથી લાઇનો લગાવી બેઠેલા નજરે પડે છે.

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧ :.. સરકારશ્રી દ્વારા અગાઉ જાહેરાત કર્યા મુજબ આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી તેમજ અતિવૃષ્ટિથી પાકમાં થયેલ નુકશાનીની સહાય માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે આજે સવારથી જ ખેડૂતો જે તે ગ્રામ પંચાયત તેમજ જામકંડોરણા માર્કેટ યાર્ડ ખાતે લાઇનોમાં ઉભા રહી ગયા હતાં.

પરંતુ વીસીઇ દ્વારા તેમની પડતર માંગ સાથે આ કામગીરી શરૂ ન થતાં ખેડૂતો રાહ જોઇને લાઇનમાં બેસી ગયા હતા ઉપસ્થિત ખેડૂતોએ જણાવેલ કે અત્યારે મગફળીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતો પાસે આ મોસમના સમયમાં ટાઇમ નથી છતાં પણ ખેડૂતો સમય કાઢી આ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા છે ત્યારે અહીં કોઇ રજીસ્ટેશન કરવા વાળા કર્મચારી ન હોવાથી અમારે આ મોસમના ટાઇમમાં કામ હોવા છતાં દિવસ પાળી ધકકો આવો પડયો છે જેથી આ કામગીરી તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

(11:50 am IST)