Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મોરબી-માળિયાની પેટા ચુંટણીનો ધમધમાટ, ૧૮ નોડલ ઓફિસરોની નિમણૂંક

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧ : મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચુંટણીજાહેર કરાઈ છે અને ચુંટણીની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્રએ પેટા ચુંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે

 ૬૫ મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૪૧૨ મતદાન મથકો છે જયારે ૧૨૧ પુરક મતદાન મથક અને ૬૫ ક્રીટીકલ મતદાન મથકોનો સમાવેશ થાય છે કોરોના મહામારીને પગલે મતદાન મથકદીઠ મતદારોની મહત્ત્।મ સંખ્યા ૧૦૦૦ રાખવાની સુચના આપવામાં આવી છે જયારે વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત જીલ્લામાં વિવિધ કામગીરી જેવી કે સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચુંટણીખર્ચ, કાયદો અને વ્યવસ્થા પર દેખરેખ માટે ૧૮ નોડલ ઓફિસરોની નિમણુક કરાઈ છે તેમજ ૧ હેલીપેડ નોડલ, ૧ આરોગ્ય નોડલ અને ૧ ડીસીસી નોડલની નિમણુક કરવામાં આવી છે વિધાનસભા મત વિભાગ માટે કુલ મતદાન મથકો ૪૧૨ માટે અંદાજે ૧૯૧૦ મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે કોરોનાને ધ્યાને લઈને ૨૦૦ ટકા સ્ટાફની જરૂરીયાત પ્રમાણે ૩૮૪૦ મતદાન સ્ટાફની જરૂરિયાત સામે સ્ટાફ ડેટા બેજ મુજબ કુલ ૩૯૦૦ સ્ટાફની વિગતો મેળવવામાં આવી છે સ્ટાફની અવરજવર માટે ૯૯ એસટી બસોનો ઉપયોગ કરાશે

 પેટા ચુંટણી અંતર્ગત તા. ૦૬-૧૦ ના રોજ જીલ્લાના તમામ નોડલ અધિકારી, ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારીને ચુંટણીને લગતી વિવિધ કામગીરીની તાલીમ તેમજ તમામ નોડલ સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે સમીક્ષા બેઠક રાખી ચુસ્ત પાલન કરવા જણાવાશે જયારે મત ગણતરી તા. ૧૦-૧૧-૨૦૨૦ ના રોજ પોલીટેકનીક કોલેજ, ઘૂંટું રોડ મોરબી ખાતેના બિલ્ડીંગમાં કરાશે

વિધાનસભા વિસ્તારના મતદારોની યાદી

 તા. ૦૧-૦૧-૨૦૨૦ ની લાયકાતની તારીખ મુજબ તા. ૦૭-૦૨-૨૦૨૦ ના રોજ પ્રસિદ્ઘ થયેલ મતદાર યાદી મુજબ મતદારોની સંખ્યામાં પુરુષ મતદારો ૧,૪૧,૫૮૩ અને મહિલા મતદારો ૧,૨૯,૩૨૨ અને અન્ય ૦૧ સહીત કુલ ૨,૭૦,૯૦૬ મતદારો છે જેમાં ૧૫૪૭ દિવ્યાંગ મતદારો છે જયારે ૮૦ વર્ષ ઉપરના ૫૧૧૩ મતદારો નોંધાયેલ છે

ચૂંટણીમાં કેટલા ઈવીએમ-વીવીપેટ વપરાશે ?

 વિધાનસભા પેટા ચુંટણીમાં બેલેટ યુનિટ ૮૬૩, કંટ્રોલ યુનિટ ૮૧૩ અને વિવીપેટની સંખ્યા ૮૨૩ રહેશે.

(11:08 am IST)