Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશના શ્રીગણેશ : ગામડે ગામડે જો રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવે તો ખેડૂતો ની મુંઝવણ દૂર થાય અને કલાકો સુધી લાંબી લાઈન માં ઉભુ રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે : ખેડૂતોની માંગણી

ધોરાજી : માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી નું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે 

રજીસ્ટ્રેશન માટે ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા

પ્રથમ દિવસેજ ખેડૂતો વહેલી સવાર થી એપીએમસીમાં ઉમટી પડ્યા હતાં અને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

ખેડૂતો નું કહેવું છે કે ગામડે ગામડે જો રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવે તો ખેડૂતો ની મુંઝવણ દૂર થાય અને કલાકો સુધી લાંબી લાઈન માં ઉભુ રહેવાની ઝંઝટમાંથી   મુક્તિ મળી શકે.

(11:06 am IST)