Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાના મહામારીમાં સંક્રમણ અટકાવવા

વાંકાનેર યાર્ડ દ્વારા શાકભાજી વિભાગમાં રાત્રે અને સવારે બે ટાઇમ હરરાજી

વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા જુની દાણાપીઠમાં દરરોજ એકની બદલે બે વખત શાકભાજીની હરરાજીનો પ્રારંભ વેળાએ શાકભાજી માર્કેટના વેપારીઓ ખેડૂતો યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, માર્કેટીંગ યાર્ડના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાના હસ્તે લોક ડાઉનલોડમાં સારી કામગીરી કરનાર શાકભાજી યાર્ડના બંને ચોકીદારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારની તસ્વીર.

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧ : માર્કેટીંગ યાર્ડના જુના દાણાપીઠમાં થતી શાકભાજીની હરરાજી સવારે અને રાત્રે બે ટાઇમ શરૂ થતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી છવાય છે.

શાકભાજીની હરરાજી દરરોજ સવારે એક ટાઇમ કરવામાં આવતી હતી. અહીં મોટા પ્રમાણમાં ખેડુતો બકાલુ વહેચવા આવતા હોય ઘણા ખેડૂતો સમી સાંજથી જ પોતાનું બકાલુ હરરાજી માટે યાર્ડમાં લાવ્યા હોય જેની હરરાજી સવારે થતી એક ટાઇમ હરરાજીને લઇને વહેલી સવારે ખેડૂતો અને વેપારીઓ મોટા પ્રમાણમાં એકત્ર થતા હોય વર્તમાન સમયમાં કોરોના મહામારી-સંક્રમણને અટકાવવા યાર્ડના સતાધીશોએ બકાલાની હરરાજી રાત્રે અને સવારે બે ટાઇમ શરૂ કરી સંક્રમણ અને સોશ્યલ ડીસ્ટન્ટીંગ જળવાય તે માટે બે ટાઇમ હરરાજીનો પ્રારંભ કરાવ્યો છે.

આ કાર્યક્રમમાં લોક ડાઉન દરમ્યાન સારી કામગીરી કરનાર બકાલા યાર્ડના બન્ન ચોકીદારનું ધારાસભ્યશ્રી જાવેદભાઇ પીરઝાદાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, પૂર્વ ચેરમેન ઇરફાનભાઇ પીરઝાદા, હરદેવસિંહ જાડેજા, ગુલામભાઇ પરાસરા, નવધણભાઇ મેઘાણી, સહકારી સંઘના પ્રમુખ ઇસ્માલભાઇ બાદી, યાર્ડના પૂર્વ ચેરમેન શબ્બીરભાઇ મોમીન, રસુલભાઇ કડીવાર, અરવિંદભાઇ આંબલીયા, આબીદ ગઢવાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(11:05 am IST)