Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ જિલ્લાના ધોરાજી, જસદણ અને ગોંડલમાં કુલ ૧૧પ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશેે

ગોંડલમાં પપ, ધોરાજીમાં ૩પ અને જસદણમાં રપ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની તૈયારી

રાજકોટ તા. ૧ :.. જિલ્લામાં ધોરાજી, જસદણ  અને ગોંડલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની કોવિડ હોસ્પીટલ બનાવવામાં આવશે. રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને સ્થાનિક કક્ષાએ અદ્યતન સારવાર મળે તે માટે સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટથી રૂરલ એરીયામાં સુવિધા વિસ્તારવાનું આયોજન છે.

જસદણ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ધોરાજી અને ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં અનુક્રમે રપ, ૩પ અને પપ બેડની હોસ્પિટલ એમ મળીને રૂરલ એરીયામાં તાલુકા મથકે કુલ ૧૧પ બેડની હોસ્પિટલ ઓકિસજન અને તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફની સગવડ સાથે ઉભી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

(11:04 am IST)