Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભુજના સુખપર ગામે યુવાન પટેલ પરિણિતા પોતાને ઘેર ગળુ કાપેલી હાલતમાં મળતા ચકચાર- આત્મહત્યા કે હત્યા?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: ભુજની ભાગોળે આવેલા સુખપર ગામે ૩૫ વર્ષીય યુવાન પટેલ પરિણિતા પોતાને ઘેર ગળું કાપેલી હાલતમાં મૃત મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

વિજયાબેન પ્રવિણ ભુડિયા પોતાના દ્યરમાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા જે જોઈને તેમની દિકરીએ પિતા પ્રવિણભાઇને ફોન કર્યો હતો. ભુજમાં પોતાની કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી દોડી આવેલા પ્રવિણભાઇ પત્નિ વિજયાબેનને લઇને જીકે જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા પણ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

સુખપર ગામના જુનાવાસમાં રહેતા પટેલ પરિવારમાં આ ઘટના બની ત્યારે વિજયાબેનના માતા અને બહેનો ઘરની બહાર બેઠા હતા, પુત્રી દ્યેર હતી. જયારે પતિ સવારે વહેલા કામ પર જવા માટે ભુજ નિકળી ગયા હતા. જોકે, પરિવારજનોએ આપદ્યાતની શકયતા વ્યકત કરી છે. પણ, મૃતક વિજયાબેનની લાશ પાસેથી કોઇ પણ જાતનું હથિયાર ન મલ્યું હોઈ ગળું કાપેલી હાલત જોઈને બનાવ સંદર્ભે રહસ્ય ગરમાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:01 am IST)