Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મોરબીના આસિ. એસ.પી.એ કચ્છ બોર્ડરના નાનકડા તુગા ગામે મુલાકાત લીધી : અભિષેક ગુપ્તાએ પરિસ્થિતીની ચર્ચા કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧: સેવા હોય એવા આઇપીએસ અધિકારીને બોર્ડર તથા કોસ્ટલ એરિયાની ગામ ની મુલાકાત લેવા માટે નું નક્કી કરાયેલ હોઈ. ૨૦૧૯ની બેચના આઈપીએસ અધિકારી અભિષેક ગુપ્તા (આસિસ્ટન્ટ પોલીસ વડા મોરબી) દ્વારા ભુજ તાલુકાના તુગા ગામની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાતના ભાગરૂપે યુવા પોલીસ અધિકારી અભિષેક ગુપ્તાએ ગામલોકો સાથે સરહદી વિસ્તારના લોકોની મુશ્કેલીઓ અંગે અને સરહદની પરિસ્થતિ વિશેની ચર્ચા કરી જાણકારી મેળવી હતી. તેઓએ બોર્ડર વિશે ગામના વડીલો અને યુવાનો પાસે જાણ્યું હતું. ગુજરાત પોલીસના આ યુવાન પોલીસ અધિકારીએ પોતાની કચ્છ સરહદની મુલાકાતને યાદગાર ગણાવી હતી. બોર્ડર વિસ્તારમાં મુશ્કેલીઓ વચ્ચે રહેતા લોકોની દેશસેવાને બિરદાવી હતી અને સુરક્ષા દળો સાથે સતત તાલમેલ જાળવી લોકોને વધુ સજાગ રહેવા હાકલ કરી હતી.

મોરબીના આસી. પોલીસ વડા અભિષેક ગુપ્તા સાથે પાટણના ડીવાયએસપી જે.ટી.કંસારા, ખાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર વાય. પી. જાડેજા, આઈબીના કિશોરસિંહ જાડેજા જોડાયા હતા. તુગા ગામના અગ્રણી સુલેમાનભાઈ સમા, કરીમ સમા, હાજી રાયસલ સમાં, અમીનભાઇ સમા, રાજુભાઈ રાઠોડ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામલોકો અને શિક્ષકોએ હાજર રહી તેમની સાથે સંવાદ કર્યો હતો.

ગામના યુવાન અગ્રણી અબ્દુલ ગની જુસબ દ્વારા આ ખાવડા પંથકના સરહદી વિસ્તાર વિશે અને ગામ વિશે માહિતી આપવામાં આવી હતી. આઈબીના કિશોરસિંહ જાડેજા એ બોર્ડર વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સતાજી સમા દ્વારા કરવામાં આવ્યું હતું.(તસ્વીર :મુકીમ સમા, કચ્છ)

(11:51 am IST)