Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગોંડલનો આશાપુરા ડેમ છલકાયો :ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક કાર ફસાઈ

ગોંડલ, જામકંડોરણા, લોધિકા, કોટડાસાંગાણી, જસદણ, જેતપુર અને પડધરી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ, જામકંડોરણા, લોધિકા, કોટડાસાંગાણી, જસદણ, જેતપુર અને પડધરી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગોંડલના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.  ધોધમાર વરસાદને લઈ ગોંડલનો આશાપુરા ડેમ છલકાયો હતો. ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી.

(12:42 am IST)