Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તાલાલા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ :અનેક ગામો જળબંબાકાર:ભારે વરસાદને લઈ હિરણ નદી બે કાંઠે

તાલાલા, ઉના, વેરાવળ, ગીર ગઢડા,કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો

ગીર સોમનાથમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. જિલ્લાના તાલાલા, ઉના, વેરાવળ, ગીર ગઢડા,કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલાલા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો જળબંબાકાર થયા હતા. ભારે વરસાદને લઈ હિરણ નદી બે કાંઠે વહેતી થઈ હતી

(12:39 am IST)