Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કુતિયાણામાં દૂધમાં ભેળસેળ અટકાવવા મામલતદાર દ્વારા ચેકિંગ

કુતિયાણા :  દુધમાં ભેળસેળ અટકાવવા મામલતદાર તથા તેની ટીમ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ હાથ ધર્યુ હતું. મંજુરી વિના ચાલતી ડેરી, દુધના અખાદ્ય પાવડર જથ્થો વગેરે બાબતે મામલતદારે ફૂડ ડ્રગ્સ ટીમને સાથે રાખીને ચેકિંગ કરીને દૂધના સેમ્પલ લીધા હતાં.

પોરબંદર  કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કુતિયાણા ની ટીમ દ્વારા વિભિન્ન ડેરીઓનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં કુતિયાણા શહેરના લાખા હમીર રાડા નામના વ્યક્તિની વગર પરવાનગીએ ચાલતી ડેરીમાં દુધ તથા દુધના પાઉડરનો જથ્થો તથા માલ્ટોઝ સીરપ -પામોલિન તેલ વિગેરે વસ્તુઓ મળી આવતા ફુડ - ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખી સેમ્પલ લેવામાં આવેલ તથા વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આપેલ છે. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

માલ્ટોઝ પાવડરનો જથ્થો જે મળી આવ્યો છે તે માત્ર ઔદ્યાગિક ઉપયોગ માટે જ કરી શકાય છે. જેનો વારંવાર ઉપયોગ ડાયાબિટીઝ નોતરી શકે છે. આ પાવડર વેચનાર દુકાનદારોની પણ તપાસ કરવામાં આવશે તથા ગેરરીતી માલુમ પડચે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

(8:17 pm IST)