Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સાંજે ટંકારામાં વધુ સવા ઇંચ વરસાદ : નેકનામ ઓટાળા ટોળ સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો

ટંકારામાં સાંજના ચાર થી છ માં 30 મીલીમીટર વરસાદ પડેલ આજનો સવારના ૬થી સાંજના ૬ સુધી માં 38મિલીમીટર વરસાદ પડે છે .મોસમનો કુલ વરસાદ 292 મીટર નોંધાયેલ છે.

ટંકારા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ સર્જાયેલ હતો ટંકારા વિસ્તારમાં સવારે ૮થી ૧૦માં હળવા ઝાપટા પડેલ. ટંકારામાં સવારે ૮થી ૧૦માં 8મીલી મીટર વરસાદ પડેલ બપોર પછી ટંકારા તથા ટંકારા ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી રહેલ છે. નેકનામ ઓટાળા ટોળ વિગેરે ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડેલ છે.

(8:05 pm IST)