Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ધોરાજીમાં બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 1 ઇંચ વરસાદ ખાબક્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માં આજરોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી બાદ બીજા દિવસે મેઘરાજાએ અવિરત કૃપા કરતાં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં 1 ઈચ વરસાદ નોંધાયો હતો
જગતનો તાત ખેડૂત વરસાદની ચિંતામાં હતો ત્યારે ખરા સમયે જ મેઘરાજાએ સમયસર
એન્ટ્રી કરતા ખેડૂતોમાં પણ રાહત સાથે આનંદની લાગણી જોવા મળી  હતી
ધીમીધારે વરસાદ ચાલુ રહેતા એક ઇંચ વરસાદ નોંધાયો હતો ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી

(6:31 pm IST)