Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રબારી, ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.' કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાની આત્મહત્યા

મૃતદેહ પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટે ચર્ચા જગાવી : લખ્યુ છે કે, 'મારા ઘરના અને ઓફીસ વાળાને હેરાન ન કરતાત.

જૂનાગઢના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી આવી છે. જોકે, સમગ્ર ઘટનામાં તેમના મૃતદેહ પાસેથી મળેલી સ્યૂસાઈડ  નોટે ચર્ચા જગાવી છે. તેમની સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, 'મારા ઘરના અને ઓફીસ વાળાને હેરાન ન કરતાત.

રબારી, ભરવાડ અને ચારણ સમાજને અને તેના વિદ્યાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.'

જન્માષ્ટમીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રજાનો માહોલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ બાદ મંગળવારે સરકારી ઓફિસો ખૂલી હતી. ત્યારે પુરવઠા વિભાગની ઓફિસ ખોલતા જ તેમાંથી અતિ દુર્ગંધ આવી રહી હતી. આથી કર્મચારીઓએ તપાસ કરતા ઓફિસની અગાશી પરથી લાશ મળી આવી હતી. આ મૃતદેહ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા કરસનભાઈ ચાવડાનો હતો. તેમની લાશ કોહવાઈ ગઈ હતી, જેથી દુર્ગંધ મારતી હતી. આ મામલે પોલીસ દોડતી થઈ હતી

(4:10 pm IST)