Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જસદણ, જેતપુર અને ઉપલેટામાં વરસાદ: કાચુ સોનું વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા

ઉપલેટા પંથકમાં કપાસ, મગફળી, સોયાબીન, એરંડાના પાકને જીવતદાન મળશે

રાજકોટ જિલ્લાના જસદણ, જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.લાંબા વિરામ બાદ ઉપલેટાના ખાખીજાળીયા, ગઢડા, મોજીરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. આ કાચુ સોનું વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે.ઉપલેટા પંથકમાં કપાસ, મગફળી, સોયાબીન, એરંડાના પાકને જીવતદાન મળશે

(3:01 pm IST)